jump to navigation

” ધર્મની રેલ “ May 5, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” ધર્મની રેલ ”

જૂદા જૂદા બાળક આ જગના
ખેલે જૂદા જૂદા ખેલ
કોઇ રમે છે ગીલી દંડા તો
કોઇ રમે ઇલેકટ્રીક રેલ.

ધર્મો પણ જે જૂદા જૂદા
માનો તે છે જૂદી જૂદી રેલ
એક લઇ જાયે સ્વર્ગ કે નરકમાં
બીજી પહોંચાડે હેવન કે હેલ.

જો જુએ બાળક કોઇ ખેલ બીજાનો
તો ચાહે તે જ ખેલ તે રમવા
બસ મને પણ ખેલ એજ જોઇએ
કહી, લાગે તેતો રડવા.

ધર્મની રેલ જે વડીલો હાંકે
તે હાંકે બની બાળક સરખાં
નિંદા એક બીજાની કરતાં
વગર વિચારે માંડે બસ લઢવા.

બાળક તો માની જાયે ને
ઘડી બે ઘડીમાં લાગે તે હસવા
હળી મળી એક બીજા સાથે
લાગી જાયે ફરી તે રમવા

પણ વડીલતો કદી તંત ન મૂકે
બસ હાંકે રાખે પોતાની રેલ
સ્વર્ગ સમી આ ધરતી ઉપર
જુઓ તેઓએ ઉભું કર્યું છે કેવું હેલ.

“એક જ આંસુ May 4, 2007

Posted by vijayshah in : Uncategorized , 2 comments

પુરૂષનું શસ્ત્ર પસ્વેદ ‘ને સ્ત્રીનું શસ્ત્ર છે આંસુ
એ બેઉમાં શકિતશાળી છે સ્ત્રીનું એક જ આંસુ

આ કથનનું કારણ !
ભાઇ મનમાં તમે વિચારો
એક જ આવું આંસુ જોઇ,
શું ભડવીર ન થાય બીચારો ?

” યાત્રા “ May 3, 2007

Posted by vijayshah in : વિચાર , add a comment

” યાત્રા ”
નથી કરવી મારે યાત્રા,ધરતીથી મંગળ સુધી,
કરવી છે યાત્રા મારે તો,મસ્તિષ્કથી અંતર સુધી.

શું થશે પૂરી આ યાત્રા,આ જન્મે મૃત્યુ સુધી !
કે લેવા પડશે મારે જન્મો આ જગમાં ફરી ફરી !

” કળી કાળની ડીલ “ May 2, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” કળી કાળની ડીલ ”

જુઓ ભાઇ આ કળી કાળમાં મળે છે કેવી ડીલ,
પરવા ન કરે કોઇ કોઇની,ન શોચે,થશે કોને શું ફીલ.

માલ હોય બનાવટી છતાં લગાવે ઓરીજીનલનું સીલ,
ચાલુ ગાડીએ ફાયરસ્ટોનનાં ટાયર ત્યજી જાય છે વ્હીલ.

વાત વાતમાં ડોકટર લખી આપે એન્ટીબાયોટીક પીલ,
વળી વકીલ સાહેબ કરી આપે બે પત્તાનું નાનું વીલ.

પણ ઓફીસ ત્યજવા ટાણે પધરાવે એવું મોટું બીલ
કે તે જોઇને થંભી જાયે ભલભલા ભડવીરનું પણ દિલ.

જુઓ “એનરોનનો સીઇઓ”નીકળ્યો કેવો ઇવીલ
હજમ કરી સહુના પૈસા,કર્યું પોકેટ પોતાનું ફીલ.

શીરજોરી કરવામાં ગુંડાઓ ન કરે જરીએ ઢીલ
તેઓના કર્તુકથી કાંપીને લોકો લગાવે મોઢાં ઉપર સીલ.

ધર્મને નામે જુઓ ને લોકો એક બીજાને કરે છે કીલ
લાગે કળીકાળમાં સહુ ભૂલ્યાં છે માનવતાની મંઝીલ.

” હોશયારી ” May 1, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” હોશયારી ”

શરાબ હમ ન કભી ભી પીતે હૈં ા
ન હમ કિસીકો પીલાંતે હૈં ા
કયૂં યકીન હમે યહ હૈં કિ
ન પીનેમે હી હમ સબકી ભલાઈ હૈં ા

પૂછેંગે આપ કિ, ઘૂંટ દ્દો ઘૂંટ
પીનેમે કહો કયા બુરાઇ હૈં ા
સતાતી હૈં યાદ્દ જો દ્દો ઘૂંટકી
વહીતો ઉસકી ગવાહી હૈં ા

બૂંદ્દ બૂંદ્દ ગિરને પરહી તો
હોતી હૈં બડી બારીશ ા
ઘૂંટ દ્દો ઘૂંટ પીનેે પર હી તો
બઢતી હૈં પીનેકી વો ખ્વાઇશ ા

ઉમ્મીદ્દ વો દ્દો ઘૂંટકી રખકે
જો ઇન્સાન મહફિલમેં જાતા હૈં
વહી ઇન્સાન કભી ન કભી
હોશ અપના ગંવાતા હૈં ા

શરાબ અૌર હોશકે બીચમેં
હોતી હૈં નફરત બડી ભારી ા
ગવાંઓગે હોશ તુમ અપને
જો કરોગે શરાબ સે યારી ા

પીના છોડકે જો કરતા હૈં
ખુદ્દ અપને હોશસે યારી ા
વહી ઇન્સાન મેં હૈં
જિસે કહતે હૈં હોશયારી ા

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.