સ્વાગત અને મારો પરિચય
સુ સ્વાગતમ્
મારા બ્લોગ ઉપર આપનુ આગમન આનંદપ્રદ છે.
અમે છ ભાઇ બહેનો.અને તેમાં સૌથી નાનો હું.એટલે સ્વાભાકિ રીતે જ લાડકોડ મળ્યા પણ સાથે સાથે બધા જ વડીલોની અદબમાં રહી હળી મળીને કેમ રહેવું તે પણ શીખ્યો. બાળપણના છ વષ્ર રતલામમાં વિતાવ્યાં. ત્યાર પછી સાતથી ચોત્રીસ વષ્ર અમદાવાદમાં વિતાવ્યાં. એકડીયાથી માંડી કોલેજ સુધીનું ભણતર ઘરથી એક દ્દોઢ માઇલના વિસ્તારમાં જ પતાવ્યું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત ના વિષયો લઇ સ્નાતકની ઉપાધિ મેળવી.ત્યાર બાદ્ મોટા ભાઇની સહાયથી અમદાવાદની ફીઝીકલ રીસચ્ર લેબોરેટોરી “પી.આર.એલ”માં સ્ટુડન્ટ કમ ટેકનીશ્યન તરીકે છ વષ્ર કામ કર્યુ. એજ મોટા ભાઇની સહાયથી ૧૯૬૪માં અમેરીકા આવ્યો અને અહીં જ ઠસી પડયો.
લગભગ ૧૫ વષ્રની વયથી સાંજે નિયમિત ચાલવા જવાની આદત રાખેલી અને તે દરમિયાન મનોમંથન કરવાની ટેવ પડી ગયેલી. આ “મારી મનોગંગા’ “એ ટેવનું જ પરિણામ છે એમ માનું છું. મારા મનમાં ૧૯૫૦થી આજ સુધી વહી રહેલા વિચારોનું આ સંકલન મેં અમેરીકામાં ૧૯૬૭થી શરૂં કર્યુ. તેના ફલ સ્વરૂપે મેં “મારી મનો ગંગા ભાગ ૧ અને ૨” પુસ્તક રૂપે પગટ કર્યા છે. મારો કાવ્ય લખવનો રસ એતો કુદરતી પેરણા જ ગણાય. નાસામાં હું બીજી પાળીમાં એન્જીનીયર તરીકે કામ કરતો હતો. ત્યાં પણ લંચના સમયે નાસાના મેદાનમાં લટાર મારવાની ટેવ રાખેલી જયારે લેબમાં કોઇ મુશ્કેલી વિના શટલનું ટેસ્ટીંગ ચાલતું હોય અને ઓફીસનું રોજબરોજનું કામ આટોપાઇ ગયું હોય તે સમયે મારા વિચારોની નોંધણી કરી લેતો. પછી ઘરમાં ફુરસદની વેળાએ એ વિચારોને જરા મઠારી,સજાવી,શણગારી કાવ્યદેહ આપી કોપ્યુટર ડીસ્ક ઉપર સાચવી રાખતો. વળી અહીં હુસ્ટનમાં અમે ચાર પાંચ મિત્રો દર રવીવારે ભેગા મળી ગીતા, ઉપનિષદ્દ અને અન્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ જેના ફલ સ્વરૂપે હું ઇશાવાસ્ય ઉપનિષદ્દ વિષે જે કંઇ શીખ્યો તેની નોંધ કોપ્યુટર ડીસ્ક ઉપર કરી રહયો છું. જે પૂણ્ર થતાં પુસ્તક રૂપે પગટ કરવાની ઇચ્છા છે. હયુસ્ટનના ગુજરાતી સમાજ તરફથી પગટ થતાં ‘દર્પણ”માં સમાજના સંચાલકોની સહાયથી કદી કદી તે સામાયિકમાં કાવ્યો અને લેખો પગટ કરતો રહું છું.
આ લેખન પવૃતિ્ત કરવામાં મારૂં પ્રયોજન એટલું જ હતું કે હું મારા મનમાં વિખેરાયેલા વિચારોને વ્યવસ્થિત કરી શકું. મારી દ્રષ્ટિએ લખવું એ બીજી વ્યકિત સાથે વાર્તાલાપ કરવા સમાન છે. મારો અનુભવ છે કે લખવાથી વિચારમાળાના મણકા કમબદ્ઘ ગોઠવવાનું કામ અતિ સરળ થઇ જાય છે. વળી વિચારોમાંથી રહેલી ક્ષતિઓ પણ આસાનીથી શોધી શકાય છે.
Comments»
આપના બ્લૉગની શરૂઆત ઉપર હાર્દિક શુભેચ્છાઓ… આપનું નામ ક્યાંય વાંચવા મળ્યું નહીં… જણાવશો?
માફ કરજો… આપનું નામ આપના વેબ-એડ્રેસ પરથી મળી ગયું… શુભેચ્છાઓ, ગિરીશભાઈ.
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ-જગતમાં સમાવી લીધો છે, જે આપની જાણ ખાતર.
http://vmtailor.com/gujarati-shabd-jagat/
ગિરીશભાઈ,
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
નીલા કડકિઆ
આજે આપના બ્લોગની મુલાકાત થઇ…
ગુજરાતી બ્લોગ જગતમા હાર્દિક સ્વાગત…
આપના બ્લોગની લીંક મારા બ્લોગપેજ પર આપી છે…
http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/
અમીઝરણું…
wel come to gujarati blogs..
Hearty Congratulations to you.
I really appreciate efforts put in by you to put your thoughts on web. It is inspirational
આજે આપના બ્લોગની મુલાકાત થઇ.
ગુજરાતી બ્લોગ જગતમા આપનુ હાર્દિક સ્વાગત છે.
DEAR GIRISHBHAI,
READING YOUR WORK IN GUJARATI WAS FUN.
KEEP WRITTING TO PLEASE OTHERS AND YOU.
આ૫ મોટિ ઉમરે લખો ચ્હો તે ઘણુ પ્રેરણા આપિ જાય ચ્હે. તમારો બ્લોગ વાન્ચિને મને પણ થાય ચ્હે કે મારે પણ્ કૈક લખવુ જોઇએ.
Khare khar anand thayo … Vatan thi dur rahi nepan sa – ras SARAS chintan manan Kari Ane Loko Sudhi pahochadyu Thanks … Prabhu Tamane Yog Kshem Arpe Tevi prabhu ne Prathana
આપનો બ્લોગ ગમ્યો. ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં આધ્યાત્મ વિષય જૂજ જ જોવા મળે છે. આશા છે તમારા જ્ઞાન અને અનુભવ નો લાભ મળતો રહેશે. અભિનંદન !!
–વિભૂતિગણેશ
http://www.gujjujyotish.com/