jump to navigation

ત્રિવિધ નાણું December 26, 2008

Posted by girishdesai in : વિચાર , add a comment

ત્રિવિધ નાણું
સમય,સંપત્તિ અને આબરુ આ ત્રણ પ્રકારનું નાણું જીવનની પ્રગતિ માટે ઘણું ઉપયોગી થઇ પડે છે. અને દરેક વ્યકિત પાસે આ ત્રણે વધતા ઓછા પ્રમાણમાં હોય જ છે. છતાં એક વાત યાદ રાખવી જરુરી છે કે સંપત્તિ અને આબરુ મેળવવી અને કેળવવી આપણા હાથની વાત છે. પણ સમયનું નાણું તો જન્મતી વખતે જમા થઇ ગયું હોય છે. અને તે ધીરે ધીરે ખરચાતું જ રહે છે.તેને જીવની બેન્કમાં બચાવી કે પાછું મેળવી શકાતું નથી. છતાં આ નાણાનું આપણે કયાં, કયારે અને કેવી રીતે રોકાણ કર્યું છે તે પ્રમાણે તેના વ્યાજ રુપે સુખ કે દુઈખ મળે છે.દરેક વ્યકિતને પોતાનો સમય કેમ ખરચવો એ માટે પુરી સ્વતંત્રતા છે જ પણ બીજાનો સમય વગર કારણે બગાડવાનો કોઇને હક નથી. આતો કોઇના સમય ધનની ચોરી કરવા બરાબર ગણાય.આપણે બધા જ હિન્દવાસીઓ ગરજ કે ભય ન હોય તો કશે સમયસર પહોંચતા નથી. તો આપણે પણ ચોર જ કહેવાઇએ ને?
ઇતિ.

ગિરીશ દેસાઇ

”પરપોટો” December 24, 2008

Posted by girishdesai in : કવિતા , add a comment

”પરપોટો”
તળાવ કેરે તળીયે એક દિ,થયો નાનો પરપોટો
ધીમે ધીમે ઉપર આવ્યો ઼‘ને થતો ગયો એ મોટો.
જોવા દે ઉપર જઇ મુજને, કે છે કોઇ મુજથી મોટો ?
એમ વિચારી કર્યું ડોકીયું, ત્યાંતો દેહ એનો છૂટયો.

દેહ જુઓ આ પરપોટાનો, આભાસ છે કેવો ખોટો
જો ન હોય પાણી ચારે કોરે, તો બને શું કદી પરપોટો ?
સંસાર કેરા સાગર માંહી, આ દેહ છે એક પરપોટો
જો ન હોય ચૈતન્ય ચારે કોરે, તો કરે કોણ નાનેથી મોટો ?

“માગું એક વરદાન” December 18, 2008

Posted by girishdesai in : કવિતા , add a comment

માગું એક વરદાન

મુજ અંતર અંદર, રટું નિરંતર
હે પ્રભુુ તારું નામ,
તુજ કૃપાથી થાયે આ જગમાં
સહુના સઘળાં કામ.

શિવ,વિષ્ણુ તું, બુદ્ધ,ઇશુ તું
તંુ જ રહીમ તું રામ,
વિધ વિધ રૂપે પૂજે સહુ તુંજ ને
કરે તને પ્રણામ.

સર્વ ધર્મનો તું સંચાલક
તુજ કરમાં સહુની લગામ,
તો માનવ કૃત ધર્મો આ જગના
ઝગડે છે શું કામ ?

હે શેષશાયી જાગ હવે તું
કર કઠણ તુજ કરની લગામ,
લાગે માનવી ભૂલ્યો છે આજે
માનવતાનું ભાન.

માગું પ્રભુ હું તારી પાસે
બસ એક વરદાન,
કે દે સદ્બુદ્ધિ તું સહુ માનવને
બનવા સાચો ઇન્સાન.

“મૃત્યુનો મહિમા” December 16, 2008

Posted by girishdesai in : Uncategorized , add a comment

મૃત્યુનો મહિમા

તું મૃત્યુ આપે છે,જીવન પણ આપે તું મુજને

પણ મન આપ્યું કેવું ! વિસરતું જે સદાય તુંજને

પ્રભો હું આવું છું, વ્યથિત મનથી તારી સમીપે

હું મુકિત માગું છું, જીવન નહીં માગું જ કદીએ.

છતંા જો આપે તું, જીવન ફરીથી આ જગતમંા

તો મન દેજે એવું ,જે રમતું રહે તારાં સ્મરણમંા.

જુઓ,મૃત્યુ આવ્યું, લઇ ગયું દુઃખ સર્વ તનના

અને આ આત્માને લઇ ગયું શ્રી હરિના શરણમાં.

જીવન નદી જયારે,ભળે પુનિત બ્રહ્મ જળમાં.

તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!

મૃત્યુતો શકિત છે,જે ચીંધી રહે પથ નવજીવનમાં.

ન સમજે પાણી તોએ, મૃત્યુ શકિતનો દિવ્ય મહિમા

જો નાઆવે મૃત્યુ તો,મળી શકે શું જીવન કદિ નવું ?

વિના મૃત્યુ આવે મળી શકે કદિ મુકિત પણ શંુ ?

“હરિ બસે સકલ સંસારે “ December 5, 2008

Posted by girishdesai in : કવિતા , add a comment

હરિ બસે સકલ સંસારે

હરિ બસે સકલ સંસારે

જલ થલમે આકાશ પવનમે

ઊંચ નીચ ધનવાન નિધનમે

હરિ બસે સકલ સંસારે…..

જો હરિ હૈ મહા જ્ઞાનીમે

વહી હરિ હૈ અબુધ પ્રાનીમે

જાગે સોએ ફીરે તું જગમે

હરિ કૃપા બીન સબ કૈસે હોએ

હરિ બસે સકલ સંસારે…..

હરિ કૃપાસે જીએ તું જગમે

જાને ના જાના કીસ પલમે

કાહે ગુમાન કરે તોરે મનમે

રખ મન અપના હરિ ભજનમે

હરિ બસે સકલ સંસારે…..

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help