ગીતા હિન્દુ ધર્મનું શાસ્ત્ર કહેવાય ? March 13, 2008
Posted by girishdesai in : Uncategorized , add a comment‘હા’ અને ‘ના’. હા એ દ્રષ્ટિએ કે હિન્દુઓએ તેને અપનાવી લીધી છે.અને ના એ દ્રષ્ટિએ કે જયારે ગીતાની રચના થઇ ત્યારે હિન્દુ જેવો શબ્દ પણ અસ્તિત્વમાં હતો નહી. એટલે ગીતા હિન્દુ માટે છે એમ કહેવા કરતાં હિન્દુઓ ગીતામાં માને છે એમ કહેવું વધુ ઉચીત ગણાય.વૈદિક ધર્મનું આ પુસ્તક આજની દુનિયાના હિન્દુ, મુસ્લીમ, બૌધ કે ઇસાઇ એવા એકે ધર્મનું પુસ્તક નથી છતાં તે આ બધા જ ધર્મોનું પુસ્તક છે. કારણ ગીતા તો છે કેવળ માનવ ધર્મનું પુસ્તક. જયાં સુધી આ ધરતીના કોઇ પણ ખૂણામાં માનવ સમાજનું અસ્તિત્વ હશે ત્યાં સુધી ગીતાની અગત્ય, તેનું નાવીન્ય, તેનું આકર્ષણ રહેશે. ગીતાને જીવન શાસ્ત્ર, માનસ શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર જે કહો તે બધું જ સાચું કહેવાય. ગીતામાં માનવના માનસનું જે વિશ્લેષણ વ્યાસજીએ કર્યું તે આજ કાલના માનસશાસ્ત્રીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પુરવાર કરી રહયાં છે. જેમ આજ સુધી આલ્બર્ટ મુનિના ‘આઇન્સ્ટાઇના’ સાપેક્ષવાદને ખોટો છે એમ કોઇ પુરવાર નથી કરી શકયું તેમ જ વ્યાસ મુનિએ પ્રતિપાદીત કરેલા માનવ માનસના સિદ્ધાંતોને હજી કોઇ ખોટા નથી ઠેરવી શકયું. સાપેક્ષ વાદ પુરવાર કરવા જેમ આલ્બર્ટ મુનિએ આધુનિક જમાનાના ભૌતિક અને ગણિતશાસ્ત્રનો આધાર લીધો તેમ જ વ્યાસ મુનિએ માનવ મનના સિદ્ધાંતો પ્રતિપાદીત કરવા તે જમાનાના શાસ્ત્રો ‘વેદો અને ઉપનિષદો’નો આધાર લીધો. એટલે જ કહેવાય છે ને કે
“સર્વો ઉપનિષદ ગાવો દોગ્ધા ગોપાલનંદનઃ
પાર્થો વત્સઃ સુધીર્ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત્”
Hello world! August 25, 2007
Posted by gss in : Uncategorized , 1 comment so farWelcome to Gujaratisahityasarita.org. This is your first post. Edit or delete it, then start blogging!
” રવા ઢોંસા “ July 13, 2007
Posted by vijayshah in : Uncategorized , 1 comment so farપતિ- તેં ઘણા દિવસથી રવા ઢોંસા નથી કર્યાં તો આજે સાંજે ઢોંસા બનાવજે, પણ યાદ રાખીને રવાના કરજે હોં.
પત્નિ- જરુર
સાંજે જ્યારે પત્નિએ ખીચડી પીરસી ત્યારે પતિ શ્રી તાડૂક્યા. તને ખાસ ઢોંસા બનાવવાનું કહયું હતું તો ખીચડી કેમ બનાવી ?
પત્નિ- હા, પણ તમે કહયું હતું ને કે યાદ રાખીને રવાના કરજે. તે મેં મારા ભાઇને ત્યાં રવાના કરી દીધા.એ કહેતો હતો કે ઢોંસા બહુ સરસ થયા હતા.
” જરા હસો “ June 27, 2007
Posted by vijayshah in : Uncategorized , 3 comments ” જરા હસો ”
અન્ન હોય બે પ્રકારના, ભાઇ કાન ધરી ને સુણ
એક કરે ગુણ દેહને, બીજો કરે દેહની ગૂણ
Posted by vijayshah in : Uncategorized , add a comment
Renunciation is the background of all religious thought, wherever it may be, and you will always find that as this idea of renunciation lessens, the more will senses creep into the field of religion and spirituality will decrease in the same ratio.
Swami Vivekanand
i.e Spirituality= renunciation
Religion
“થશે કેમ કરી ઉદ્ધાર “ June 15, 2007
Posted by vijayshah in : Uncategorized , add a comment“થશે કેમ કરી ઉદ્ધાર ”
જે ભગવા પહેરીને ભાષણ ફાડે, તેને પૂજે લોકો ગણી સંત
કરી મજુરી જે પહેરે ચીંથરા,તેની ક્ષુધાનો ન આવે કદી અંત.
કોલેજ જઇને શીક્ષણ લીધું,પણ જયાં રહે ત્યાં રાખે ગંદકી
સફાઇ કરવામાં નાનમ આણે,માને કહી જશે મને કોઇ ભંગી.
ગરજ હોય તો સમય સાચવે,નહીતો પડે અવશ્ય મોડા
પૂજા ટાણે ન દેખાએ કયાંયે,પણ પ્રસાદ ટાણે સૌથી પહેલા.
આવી આવી ઘણી કૂટેવો મારામાં પણ છે કાફી
છતાં કહું છું બોલ કડવા તેથી માગું છું સહુની માફી.
રીત રસમો ચાલી આવે છે,ન સુધર્યા આપણે તલભાર
તો કહો ભાઇઓ,આપણ સહુનો થશે કેમ કરી ઉદ્ધાર.
“એક જ આંસુ May 4, 2007
Posted by vijayshah in : Uncategorized , 2 commentsપુરૂષનું શસ્ત્ર પસ્વેદ ‘ને સ્ત્રીનું શસ્ત્ર છે આંસુ
એ બેઉમાં શકિતશાળી છે સ્ત્રીનું એક જ આંસુ
આ કથનનું કારણ !
ભાઇ મનમાં તમે વિચારો
એક જ આવું આંસુ જોઇ,
શું ભડવીર ન થાય બીચારો ?
હાયકુ March 6, 2007
Posted by vijayshah in : Uncategorized , 4 commentsહાયકુ
દ્વૈત પકૃતિ
અદ્વૈત પુરૂષ છે
દ્વિધામાં મન
કીધેલી ઇચ્છા
જો સફળ ન થઇ
ઉદાસી મન
લલના ગોરી
વળી દેહ રૂપાળો
મોહિત મન
જો અભિમાની
માનભંગ થાય તો
ક્રોધિત મન
સ્વજન જતાં
લાગે એકલવાયું
દુઃખીત મન
વરસી વર્ષા
‘ને થઇ હરીયાળી
હર્ષિત મન
ચામડી ભલે
હોય કાળી કે ગોરી
રુધિર લાલ
છે નબળાઇ
તન મહીં તો જાણો
તેને અશકિત
છે નબળાઇ
મન મહીં તો જાણો
તેને આસકિત
દ્રષ્ય અદ્રષ્ય
સ્થળ કાળ ‘ને ગતિ
પૂર્ણ સંસાર
જન્મ જીવન
જરા વ્યાધિ ‘ને મૃત્યુ
પૂર્ણ જીવન
જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી
હારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી
બાળક હસે
થાયે મન માતાનું
હર્ષ વિભોર
કલપ કેશે
કીધો છતાં મુખડું
ખાયે છે ચાડી
તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું
પંાચ સાત ‘ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ
લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?
રચયિતા છે
આ સર્વ હાયકુના
જી.ડી.દેસાઇ
“જીવન” February 16, 2007
Posted by vijayshah in : Uncategorized , add a comment“જીવન”
આ જીવન નથી કોઇ ફૂલોની કયારી,
કે નથી કેવળ તે કંટકોની પથારી.
તો શાને વીતાવે કોઇ સદા અશ્રુ સારી,
કે રાખે શાને કોઇ,મન મહીં ખોટી ખુમારી !
જીવન તો છે સુખ દુઃખ તણી એક ગાડી,
કરવી પડે ન છૂટકે,સહુને તેમાં સવારી.
જો ચૂંટી લેશો પુષ્પો,દેશો કંટકો હટાવી
તો રહેશે મહેકતી, જીવનની ફૂલકયારી