“હરિ બસે સકલ સંસારે “ July 2, 2009
Posted by girishdesai in : કવિતા , add a comment“હરિ બસે સકલ સંસારે ”
હરિ બસે સકલ સંસારે
હરિ બસે સકલ સંસારે
જલ થલમે આકાશ પવનમે
ઊંચ નીચ ધનવાન નિધનમે
હરિ બસે સકલ સંસારે…..
જો હરિ હૈ મહા જ્ઞાનીમે
વહી હરિ હૈ અબુધ પ્રાનીમે
જાગે સોએ ફીરે તું જગમે
હરિ કૃપા બીન સબ કૈસે હોએ
હરિ બસે સકલ સંસારે…..
હરિ કૃપાસે જીએ તું જગમે
જાને ના જાના કીસ પલમે
કાહે ગુમાન કરે તોરે મનમે
રખ મન અપના હરિ ભજનમે
હરિ બસે સકલ સંસારે…..
“અચળ આધાર” June 20, 2009
Posted by girishdesai in : કવિતા , add a commentઅચળ આધાર
જુઓ સાગર કે જુઓ કોઇ વહેળો,
જુઓ પર્વત કે પથ્થર વાટે પડેલો,
જુઓ કોઈ દેહ, જીવતો કે મરેલો,
આ સર્વમાં છે સદા ઈશ્વર વસેલો.
જેમ સૂરજ સદા ઊગે ’ને આથમે છે
પણ આધાર નભનો અચળ રહે છે
તેમ જ જીવ તો સદા જન્મે ’ને મરે છે
પણ આધાર પ્રભુનો અચળ રહે છે.
“પરમદિવસ કે કરમદિવસ” June 19, 2009
Posted by girishdesai in : વિચાર , add a commentપરમદિવસ કે કરમદિવસ
પરમ એટલેતો શ્રેષ્ઠ કે ઉત્તમ.જો આમ જ હોય તો
આપણે આપણા બધા કામ પરમદિવસે જ કરવા
જોઇએ ને? શુભ મુહૂર્ત જોવાની તસ્દી લેવાની શી
જરુર? તો શા માટે ધારેલું કામ આજે જ આટોપી
લેવું ?
એનું કારણ એ છે કે આવતા પરમદિવસે આપણા
ધારેલા કામમાં શું વિઘ્ન આવશે તે આપણે જાણી
શકતા નથી. આવતા પરમદિવસે આપણા કરમમાં
શું લખ્યું હશે તેની કોને ખબર છે. અને ગત
પરમદિવસનું કરમતો ભોગવી જ લીધું.
હું તો માનુ છું કે આપણે પરમદિવસની ફરીથી
નામકરણ વિધિ કરી તેનું નામ કરમદિવસ રાખવું
એ જ યોગ્ય ગણાય.
ખરું કે નહી ?
“સત્ય અને અસત્ય”
Posted by girishdesai in : કવિતા, વિચાર , add a comment પરણ્યું અસત્ય સ્વાર્થને
’ને પ્રસવ્યાં અનેક પુત્ર
રહયું સત્ય કુંવારું સદા
િનત્ય એકલું ‘ને પવિત્ર
“જીવન ગઝલ છે” May 25, 2009
Posted by girishdesai in : કવિતા , add a commentદ્વૅતો ભર્યુ જીવન એવી ગઝલ છે
જે ભાગ્યવત રહે છે લખાતી.
મૃત્યુ થતા તે પૂરી થાય છે ‘ને
કાળવત તે રહે છે ભૂસાતી.
.
‘
“Search for loving God” May 8, 2009
Posted by girishdesai in : કવિતા , add a comment“Search for loving God”
Krishna we can find in temple,
And Mohammed we find in a mosque,
Buddha we can find in a pagoda,
And Christ we can find in a church,
But if we seek for loving God,
In our hearts we must search.
“શૂન્ય અને અનંત” April 8, 2009
Posted by girishdesai in : કવિતા , add a commentશૂન્ય અને અનંત
શૂન્ય અને અનંતમાં ફેર નથી કશો,
શૂન્યના વ્યાપને જ અનંત જાણો.
શૂન્યના વ્યાપમાં વ્યાપ્ત આ સૃષ્ટિ છે
સમજી એ વાત આ સૃષ્ટિ માણો .
અણુ અણુ માહીં આ શૂનયનો વાસ છે,
’ને વસે આ શૂન્યમાં સૃષ્ટિ સારી.
શૂન્યનો આ વ્યાપ જ નેતિ નેતિ બ્રહ્મ છે
એમ કહી રહી સદા વેદ વાણી.
જો હોય ના અનંત, વ્યાપ આ શૂન્યનો,
તો કહો કયાં જઇ વસતે આ સૃષ્ટિ સારી.
જો ઉમટે ના વાદળ કદી આકાશમાં
તો કહો કેમ કરી વરસે નભથી પાણી.
સદા ખાલી ખાલી લાગે આ શૂન્ય જે
તે તો જાણજો છે અતિ શકિતશાળી.
કોટી કોટી બ્રહ્માન્ડ ઉદરમાં ધારતું
આ શૂન્ય જ છે અનંત સર્વવ્યાપી.
“મોક્ષ અને મુકિત” March 21, 2009
Posted by girishdesai in : વિચાર , 2 commentsમોક્ષ અને મુકિત
મોક્ષ એટલે મનનું મૃત્યુ
અને
મુકિત એટલે શૂન્યનો સાક્ષાત્કાર
“પ્રભુને વિનંતિ” March 19, 2009
Posted by girishdesai in : કવિતા, વિચાર , 1 comment so farપ્રભુને વિનંતિ
પ્રભુ,જો કદી ઇચ્છે તું
વર દેવા મુજને આ જીવનમાં
તો વર દેજે એવું કે
રહે ઉભરતું શૂન્ય મુજ મનમાં
Tapestry of Life March 9, 2009
Posted by girishdesai in : કવિતા , add a commentTapestry of Life
Warps and woofs crisscross each other
Without obstructing each-others way.
To help and strengthen each other
Up and down they sway.
Thus swaying up and down together
A beautiful tapestry they make.
If a man and his wife stay together
And don’t obstruct each other’s way.
Yet during ups and downs of the life
If hand in hand they stay.
Then a beautiful tapestry of two lives
Certainly they will make.
Girish Desai.
June 23,2001


Powered By