” ભારતિય ભામિની ” April 24, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” ભારતિય ભામિની ”
સંગેમરમર સમું છે,સુંવાળું તારૂં બદન
નમણા તારા સ્કંધ ‘પર શોભે છે તારૂં વદન
છે કામણગારા નૈન ‘ને છે લાંબા કાળા વાળ
કટી છે તારી તનુ,વળી છે વક્ષસ્થલ વિશાળ
શોભે કાજળ નૈનમાં, કુમકુમથી શોભે ભાલ
હરણી જાણે ચાલતી, એવી છે તારી ચાલ
છે નારી સહજ લજજા તને, છે તું અતી શરમાળ
હોયે જયારે તું ક્રોધમાં, લાગે વાઘણથી વિકરાળ
ધનુષ્ય સમ છે ઓષ્ઠ ‘ને વળી છે ગુલાબી ગાલ
રૂપ તારૂં આ જોઇને, લાગે પ્રભુએ કીધી કમાલ