” ધર્મની રેલ “ May 5, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” ધર્મની રેલ ”
જૂદા જૂદા બાળક આ જગના
ખેલે જૂદા જૂદા ખેલ
કોઇ રમે છે ગીલી દંડા તો
કોઇ રમે ઇલેકટ્રીક રેલ.
ધર્મો પણ જે જૂદા જૂદા
માનો તે છે જૂદી જૂદી રેલ
એક લઇ જાયે સ્વર્ગ કે નરકમાં
બીજી પહોંચાડે હેવન કે હેલ.
જો જુએ બાળક કોઇ ખેલ બીજાનો
તો ચાહે તે જ ખેલ તે રમવા
બસ મને પણ ખેલ એજ જોઇએ
કહી, લાગે તેતો રડવા.
ધર્મની રેલ જે વડીલો હાંકે
તે હાંકે બની બાળક સરખાં
નિંદા એક બીજાની કરતાં
વગર વિચારે માંડે બસ લઢવા.
બાળક તો માની જાયે ને
ઘડી બે ઘડીમાં લાગે તે હસવા
હળી મળી એક બીજા સાથે
લાગી જાયે ફરી તે રમવા
પણ વડીલતો કદી તંત ન મૂકે
બસ હાંકે રાખે પોતાની રેલ
સ્વર્ગ સમી આ ધરતી ઉપર
જુઓ તેઓએ ઉભું કર્યું છે કેવું હેલ.
Comments»
સરસ પ્રાસ મેળવ્યા છે. અને વીચાર પણ બહુ જ સરસ છે.