” સિંધુ અને બિંદુ” May 14, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” સિંધુ અને બિંદુ”
તું છે એક સિંધુ, હું છંુ એક બિંદુ
તંુ છે સર્વવ્યાપી, તંુ છે દીનબંધુ.
રચ્યાં તેં અગણ્ય વિવિધ ભાનુ ઇન્દુ
રચ્યાં તેં અસંખ્ય વિવિધ જીવ જંતુ
ઘૂમાવે જગતને લઇ કોઇ અજ્ઞાત તંતુ
ઘૂમે સૃષ્ટિ સારી, તંુ બન્યો મધ્ય બિંદુ.
બને ના પરીઘ,જો ન મળે મધ્ય બિંદુ
તો બને સૃષ્ટિ કયાંથી, તંુજ વિના દીનબંધુ !
ઉદિત થાશે જયારે, મુજમાં જ્ઞાન ઇન્દુ
ભળી જાશે ત્યારે સિંધુમાં આ એક બિંદુ.


Powered By
Comments»
no comments yet - be the first?