” છે,છે,’ને છે.” May 15, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” છે,છે,’ને છે.”
સુખ દુઃખથી ભર્યો ભર્યો જુઓ આ સંસાર છે,
વિના દુઃખે મળેલ, સુખ પણ બધંુ બેકાર છે.
જે વાપરી જાણે છે ધન, તે સચો પૈસાદાર છે,
બાકી કરેલા એ ધનના ઢગલા પણ બેકાર છે.
જન્મ પછી આવે મૃત્યુ,જેમાં જીવનનો સાર છે,
જો ન માણીએ જીવન, તો મૃત્યુ પણ બેકાર છે.
ભૂખ્યો રહી, જે બીજાનું પેટ ભરવા તૈયાર છે,
જાણજો ભાઇ તેને તમે, તે સાચો દિલદાર છે.
વિના માગે કદી કશું, જે મદદ કરવા તૈયાર છે,
જાણજો ભાઇ તમે તેને, તે જ તમારો યાર છે.
શીખ દેતી વેળા માવડી, ટપલી દેવા તૈયાર છે,
પણ એ ટપલી માહીં, છૂપાયો માનો પ્યાર છે.
વિવિધ ભષાઓ મહીં, કેવળ શબ્દોનો સંચાર છે,
આ સર્વ શબ્દોની જનેતા, એક અક્ષર ૐકાર છે.
જાણજો કે પકૃતિ, સારી સૃષ્ટિનો આધાર છે,
પણ પકૃતિનો અધાર, પેલો પુરૂષ નિરાકાર છે.
સમજે છે આ દ્વંદો જે જગના,તે ખરે હોશિયાર છે,
આ સમજી જે વર્તે જગમાં,તેનો જરૂર ઉધ્ધાર છે.
૧૦ -જાન્યુઆરી- ૦૬


Powered By
Comments»
no comments yet - be the first?