” ગટરના કીડા ” June 13, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” ગટરના કીડા ”
જોઇ અસ્વચ્છ શેરીઓ ‘ને મેં જોયાં મેલા મકાનો
ચલવાના રસ્તા ઉપર, લોકો માંડી બેઠા દુકાનો
ફટ ફટદોડતી રીક્ષાઓ ફેલાવે, કાળો ધુમાડો
લેવો પડે શ્વાસ સહુને, પ્રદુષણ ભરી હવાનો.
ઘોળીને પી ગયા છે લોકો, સરકારી ફરમાનો
કાયદો ભંગ કરવાનો જાણે છે સહુને પરવાનો.
કાયદો ભંગ કરી છુટવાનો રસ્તો છે એક મઝાનો
લંાચ લેવા સહુ તત્પર છે, પટાવાળા ‘ને પ્રધાનો.
અનુભવે, પણ ટાળે ન કોઇ પ્રદુષણની આ પીડા
શાને રાચે ગંદકી માંહે, જેમ રાચે ગટરના કીડા !