”ષડરિપુ” November 29, 2008
Posted by girishdesai in : કવિતા , add a comment ”ષડરિપુ”
ઓ ભાઇ, તને ષડરિપુ કરે હેરાન
ઓ ભાઇ, તને ષડરિપુ કરે હેરાન
કામ,કોધ,લોભ,મોહ,મદ ‘ને મત્સર,
છ છે એનાં નામ
પળપળ આવી પજવે તુંને
કરે તને બેધ્યાન
ઓ ભાઇ તને
કામમાંથી કોધ જનમે,કોધ ભૂલાવે ભાન
વાણી વર્તન વિપરીત થાયે,રહે ન કોઇ લગામ
ઓ ભાઇ તને
લોભ,મોહમાં તું શે લપટાયો,કયાં ગઇ તારી સાન !
રાત દિવસ તે પકડી રાખે, કરે તને ગુલામ
ઓ ભાઇ તને
મત્સરતો તને જીવતો બાળે, કરે ઉંઘ હરામ
મદતો મનમાં હુંપદ આણે, અને વિસરાવે રામ
ઓ ભાઇ તને
શ્રદ્ધા કેરૂં ધનુષ્ય લઇ લે, લઇ લે બુદ્ધિનું બાણ
ભકિત કેરી પણછ ચઢાવી, કર તેનું સંધાન
ઓ ભાઇ તને
સંહારી દે તું ષડરિપુ સઘળાં,ચીંધીને તારૂં બાણ
નષ્ટ કરી એ ષડરિપુ તારાં,ભજી લે તંુ સુખથી શ્રી રામ
ઓ ભાઇ તને
“બેઢંગી ચાલ” November 6, 2008
Posted by girishdesai in : વિચાર , add a commentબેઢંગી ચાલ
આપણા બે પગ – ડાબો અને જમણો
દંપતિના બે પગ – પતિ અને પત્ની
અહંના બે પગ – મન અને બુદ્ધિ
સંસારાના બે પગ – સમાજ અને વ્યકિત
સૃષ્ટિના બે પગ – પુરુષ અને પ્રકૃતિ
આ બે પગ જો ચાલવામાં એક બીજાને
સહાય ન કરે અને ચાલવામાં સુસંવાદિતા
ન રાખે તો
બને ચાલ બેઢંંગી
ગિરીશ દેસાઇ