jump to navigation

“શૂન્ય અને અનંત” April 8, 2009

Posted by girishdesai in : કવિતા , trackback

શૂન્ય અને અનંત

શૂન્ય અને અનંતમાં ફેર નથી કશો,
શૂન્યના વ્યાપને જ અનંત જાણો.
શૂન્યના વ્યાપમાં વ્યાપ્ત આ સૃષ્ટિ છે
સમજી એ વાત આ સૃષ્ટિ માણો .

અણુ અણુ માહીં આ શૂનયનો વાસ છે,
’ને વસે આ શૂન્યમાં સૃષ્ટિ સારી.
શૂન્યનો આ વ્યાપ જ નેતિ નેતિ બ્રહ્મ છે
એમ કહી રહી સદા વેદ વાણી.

જો હોય ના અનંત, વ્યાપ આ શૂન્યનો,
તો કહો કયાં જઇ વસતે આ સૃષ્ટિ સારી.
જો ઉમટે ના વાદળ કદી આકાશમાં
તો કહો કેમ કરી વરસે નભથી પાણી.

સદા ખાલી ખાલી લાગે આ શૂન્ય જે
તે તો જાણજો છે અતિ શકિતશાળી.
કોટી કોટી બ્રહ્માન્ડ ઉદરમાં ધારતું
આ શૂન્ય જ છે અનંત સર્વવ્યાપી.

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.