“સંશયાત્મા વિનશ્યતિ.” December 30, 2013
Posted by girishdesai in : Uncategorized , 1 comment so farHome
જોડણી વિશે
તેનું જીવન થયું ધન્ય ધન્ય
સ્વાગત અને મારો પરિચય-
——————————————————————————–
જીવન જીવવા માટે શ્વાસની જેટલી જરુરત છે તેટલી જ જીવનમાં પ્રગતિ કરવા વિશ્વાસની જરુરત છે. વિશ્વાસના મુખ્ય બે પ્રકાર છે. એક છે આત્મવિશ્વાસ અને બીજો છે અન્ય વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો વિશ્વાસ. શ્વાસ ક્યાં સુધી આપણને સાથ આપશે તે તો આપણા પ્રારબ્ધ ઉપર અધાર રાખે છે, છતાં શ્વાસ ઉપર એટલો વિશ્વાસ તો જરુર રાખી શકાય કે તે એક દિવસ આપણને મુકીને અદ્રષ્ય થઇ જશે. પરંતુ વિશ્વાસ ક્યાં સુધી ટકશે એ તો આપણા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે, આપણે મનમાં રહેલ સંશયોનું કેટલા પ્રમાણમાં સમાધાન કર્યું છે તે ઉપર આધાર રાખે છે. એટલે જ ગીતામાં કહ્યું છે કે “સંશયાત્મા વિનશ્યતિ.” તો આ સંશય એટલે શું ? અને આપણા જીવનમાં એનું પ્રયોજન શું? એ એક ઉદાહરણથી સમજવું સરળ થશે. જેમ આપણા દેહની પુષ્ટિ માટે આપણો દેહ ભૂખ અને તરસના સંદેશા મોકલતો રહે છે જેને માન આપી આપણે અન્ન જળ લેતાં રહીએ છીએ. આ અન્ન જળનું જઠરમાં પચન થતાં દેહ પોશક તત્વો સ્વિકારી બીનજરુરી કચરાનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે પણ જો તેમાં તે સફળ ન થાય તો રોગનો ભોગ બની દેહનો વિનાશ કરે છે. તેમ જ આપણું મન આપણી ઇદ્રીઓ દ્વારા કુતૂહલતાના સંદેશા મોકલતું રહે છે અને તેને માન આપી આપણે વિચાર (સંશોધન) કરતા રહીએ છીએ. આ વિચારોનું બુદ્ધિમાં જ્યારે મનન થાય છે ત્યારે સાચી વાત સમજાય છે પરંતુ છતાં જો મનન પછી કોઈ સંશય આર્થાત કોઈ વહેમ રુપી કચરો શેષ રહી જાય તો મન અશાંતિનો ભોગ બને છે. આવા વહેમી મનને જ ગીતામાં ‘સંશયાત્મા’ કહ્યો છે. સંશય એટલે મનનો ખોરાક અને જેનું બુદ્ધીમાં પચન (મનન) થયા પછી પણ વહેમનો કચરો બહાર ન ફેંકાયો હોય એવો આત્મા તે ‘સંશયત્મા’.
સંશયના બે અર્થ છે.
૧ સંશય = આશ્ચર્ય કે કુતૂહલ જે મનનો સ્વાભાવિક ખોરાક છે.
૨ સંશય = વહેમ,અજ્ઞાન,અંધશ્ર્દ્ધા માનનો મેલ.