” જીવન ઘડતર “ April 9, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” જીવન ઘડતર ”
ઘડીએ તેવું જ ઘડાય જીવન,
કરીને કર્મો સારાં કે ખોટાં.
પ્રેમ વડે સહુ થાય છે ભેળાં,
દ્વેષ વડે સહુ થાય વિખૂટા.
જો ઇચ્છો રહેવા સુખી આ જગમાં
તો રાખો યાદ તમારા મનમાં
કે સુખ કાજે રાખવું મન મોટું
અને ભરવો પ્રેમ હ્યદયમાં.
Comments»
આ મન મોટું રાખવાની વાત કેટલી અઘરી છે?