jump to navigation

‘વિચાર’ March 6, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

‘વિચાર’

” અહમ્ ”
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !
શાને ચમકે છે વિજળી, ‘ને શાને ફૂંકાયે પવન !
કહો કોણે બનાવ્યો આ દેહ મારો, કોણે દીધું આ જીવન !
કયાંથી આવે છે હાસ્ય એમાં, કહો કયાંથી આવે છે રૂદન !
કોણે દીધી આ બુદ્ધિ મુજને, કહો કોણે દીધું છે આ મન !
જેમાં વસે સહુ શત્રુ મારા,વસે એમાં વળી મારા સ્વજન.
જેણે બનાવી આ સૃષ્ટિ સારી, કહો તે શાને છુપાવે વદન !
ભૂલ શું કીધી એણે કોઇ ? જેની લાગે છે એને શરમ ?
ભૂલ ન કીધી એણે કોઇ,ન રાખો કાંઇ મનમાં ભરમ
નીરખવા જો ચાહો એને,તો દૂર કરજો ભાઇ મનનો અહમ્
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !

પારિજાત

Posted by vijayshah in : કવિતા , add a comment

પારિજાત

આવી દિવાળી,આસો તણી અમાસ
છાયાં હતા ચારેકોર અંધારા.
કરી દૃષ્ટિ ઊંચી મેં જોયું જયારે
દીઠા નભમાંહે મેં ચમકતા સિતારા.

પ્રભાત થયું ‘ને રવિરાજ આવ્યા
ગભરાઇ ભાગ્યા એ સઘળાં સિતારા.
‘ને ભાગી ન શકયાં જે અતિ ત્વરાથી
તે ખર્યાં બની પારિજાત પુષ્પો રૂપાળાં.

ભરી,રવિ કિરણની રતાશ દાંડીઓમાં
ખર્યાં એ તારલા બની શ્વેત પુષ્પો.
અને હેતે વધાવી તેને મા ધરાએ
ભરી તે સહુમાં કાંઇ અનેરી ખુશબો.

ફરી ન કહેશો કદી કોઇ મુજને કે
ન આવે હાથમાં નભના એ સિતારા.
જુઓ જે ચમક હતા આભ માંહે તે
મઘમઘી રહયાં કરમાં આજ મારા.

“આત્માનો છાંયો” March 5, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

“આત્માનો છાંયો”

ચાલતા ચાલતા રસ્તે એકદિ, જોઇ મારો પડછાયો
ન જાણંુ, અચાનક કયાંથી વિચાર મનમાં આવ્યો

જેને હું કહું છું મારો, તે તો છે આ તનનો છાંયો
જો હું તન નથી પણ આ તન છે મારૂં
તો કોણ હું ? ‘ને તે કયાંથી અહીં આવ્યો ?

ભવ ભવના અનુભવ પછી પણ,ન થયો જેનો છુટકારો
અભાગી એવા કોઇ આત્માનો, હશે શું આ તન છાંયો ?

ભૂમિ ઉપર ભાળું હું જેને, તે નથી મારો પડછાયો પણ
ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.

માણસાઇ March 1, 2007

Posted by vijayshah in : કવિતા , 2 comments

માણસાઇ

કોઇ કહે છે, હું છું હિન્દુ
તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
છે મારો ધર્મ તારાથી સારો
કહી, કરે મન મહીં ખોટી વડાઇ.

ધર્મને નામે યુદ્ધ આદરે
શસ્ત્ર ધરી બને આતતાયી,
જો કરીયે તુલના તેઓની સાથે
તો લાગે સંત સમો કોઇ કસાઇ.

જુઓ ધર્મની આ વાડો મંાહે
મતિ જાયે કેવી ભરમાઇ,
સરળ વાત કેમ કોઇ ન સમજે
કે માનવનો ધર્મ તો છે માણસાઇ.

ત્યાગીને ભોગવી જાણો

Posted by vijayshah in : કવિતા , add a comment

ત્યાગીને ભોગવી જાણો

વહી જતા વર્તમાનની આ પળોમાં
માનવી આયખું આખું વિતાવે.
છતાં ભમે તે ભૂત કેરી સ્મૃ તિમાં
કે રહે રઝળતો ભાવિ તણાં વિચારે.
ત્યાગી એ વિચારો ભૂત ભાવિ કેરા
લો ભોગવી વર્તમાન તણી પળો આ.
‘ ત્યાગીને ભોગવી જાણો ‘
શીખ ન દીધી શું એ ઇશાવાસ્યમાં ?

મનની મુરાદો February 28, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

જાણ્યું ઘણું મેં ‘ ને માણ્યું ઘણું મેં
અનુભવોથી મન પેટી ભરી ભરી છે
છતાં પૂર્ણ કરવા મનની મુરાદો
લાગે પેટી સાવ ખાલી પડી છે

વ્રુદ્ધત્વ આવ્યું અહીં લાબું રહીને
જે જ્વાની હતી તે જ્વાની ગઇ છે
આવ્યો છું હું વળતી ટીકીટ કઢાવી
પણ ખબર નથી તારીખ જવાની કઈ છે

થઈ છે પૂરી મુજ મનની ઘણી મુરાદો
પણ ન જાણું કેટલી અધુરી રહી છે
કદી ન થાય પૂરી મનની બધી મુરાદો
તેથી તો જીંદગીને ખટ મધુરી કહી છે

Empty handed February 5, 2007

Posted by vijayshah in : કવિતા , 2 comments

 

I know the world was here

The day I was born,

And I know it will remain

Even after I am gone.

When I came, I did not bring

Even a single speck of stone.

Then what right do I have, to say,

That this world is all my own.

I know, whoever made this world

Will always take its care,

If my right it is to use it

My duty it is to share.

A simple thing in this life is that

Which everyone does know

Empty handed we all come here

And empty handed we all must go.

Girish Desai

દેહનો ખેલ February 2, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

સૃષ્ટિ છે હરિ તણી એમ મનમાં ગહી
 ભાગ્યમાં જે મળે તે વહેંચીને ભોગવે

સુખ દુઃખ વિશે મનમાં સમતા ધરી
જે  જીવે જગતમાં તે શાંતિ ભોગવે.

  જન્મ અને મૃત્યુ તો ખેલ છે દેહના
આત્મા ન કદી જન્મ કે મૃત્યુ પામે

શિવ અને જીવ જયારે ભેગા મળે 
દેહનો એ ખેલ વિરામ પામે

પવિત્ર પાણી January 27, 2007

Posted by vijayshah in : કવિતા , 2 comments

ગંગા જળમાં જઇ ડૂબકી દ્દઇને
રાચે મનમાઁ “હું થયો પવિત્ર”
મૂઢતા માનવ મનની આવી
લાગે મુજને અતીવ વિચીત્ર.

નેકીથી પાડી પરસેવો,જે
કરે સ્નાન તેમં તે થાય પવિત્ર
પરસેવાના આ પાણી કરતાં
ન દ્દીઠું મે પાણી ક્યાંય પવિત્ર.

એક સિક્કો January 22, 2007

Posted by vijayshah in : કવિતા , 2 comments

જાણો જીવનને એવો એક સિકકો
કે જન્મ, મૃત્યુ છે જેના બેઉ પાસા

અને આ ઉભયની વચ્ચે રહે છુપાઇ

માનવ જીવનની આશા નિરાશા

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.