“પ્રેમાળ માતા” January 15, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far
હતી મારી માતા અતિશય પ્રેમાળ દિલની
હતી વળી શ્રદ્ઘાળુ, રટતી સદા નારાયણ હરિ.
મને ઉછેર્યો મમતાથી, સહી લીધી મારી પજવણી
ન પાડયો કદી ઘાંટો, ન મારી ટપલી પણ કદી.
હું ઉઠું નિદ્રામાંથી, લઇ ઉછંગે હેત કરતી,
મને મૂકે નિદ્રામાંહી ગાઇ,
“બહ્મ શ્રીનાથને ભજીએ શ્રી હરિ હરિ”
પોતાના તનની પીડા કઠણ મનથી તે જીરવતી
અને મનના સંતાપો અતિ શ્રદ્ઘાથી તે વિસરતી.
પ્રભુ હું ઇચ્છું કે મળે મને માતા એજ ફરી ફરી
પણ વિસારી એ ઇચ્છાને દેજે એને મોક્ષ તું શ્રી હરિ.
ત્વં,અહં અને મન November 23, 2006
Posted by vijayshah in : કવિતા,વિચાર , 1 comment so far પુરૂષ+ પ્રકૃતિ =માયા
જો પુરૂષ =ત્વં , પ્રકૃતિ =અહં અને માયા=મન કહીએ
તો ત્વં +અહં =મન એમ કહી શકાય.
બીજ ગણીતના નિયમો અનુસાર આ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
ત્વં =મન-અહં
એટલે કે જો મનમંાથી ‘અહં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
ત્વં =મન એમ લખી શકાય
અર્થાત મન ઇશ્વર મય થઇ જાય.
વળી આજ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
અહં = મન- ત્વં
એટલે કે જો મનમંાથી ‘ત્વં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
અહં=મન એમ લખી શકાય
અર્થાંત્ મન કેવળ અહંકાર યુકત થઇ જાય.
પરંતુ મનમંાથી ‘ત્વં ‘ કે ‘અહં ‘ બાદ કરવાને બદલે જો મનને જ આ સમીકરણમંાથી
બાદ કરીએ એટલે કે જો મનનું મૂલ્ય શૂન્ય કરીએ તો આ સમીકરણ નીચે મુજબ લખી શકાય.
ત્વં+ અહં =૦
આનો અથ્ર એ થયો કે જો મન શૂન્યમંા ભળી જાય તો એટલે કે મનમાં
કશું જ ન બચે – મનની બધી જ વાસનાઓ ઓગળી જાય –
તો ન બચે ‘ત્વં ‘કે ન બચે ‘અહં ‘
આને જ િનવાણ િસથિત કહેવાયને ?
જયંા કશું જ ન બચે તેજ નેિત નેિત બ/હ્મ
ધારે શૂન્ય રૂપ જયારે આ મન
થાયે શૂન્ય આ ‘અહં’ તે ‘મન’
અને મળે આ બેઉને સરવાળે
નેિત નેિત પેલો જે બ/હ્મ ૫-૨૬-૦૪