jump to navigation

” જતી જવાની “ April 26, 2007

Posted by vijayshah in : કવિતા , trackback

” જતી જવાની ”

એક દી છૂટા છેડા લઇને, એ તો જરૂર છે ચાલી જવાની,
તો શાને કરવા યત્નો મારે, સાચવવા એ જતી જવાની.

સાંભળી મારા કાલાવાલા,એ કદી નથી પાછી ફરવાની,
તો શાને કરવા યત્નો મારે, સાચવવા એ જતી જવાની.

પ્રભુએ ચઢાવી ચાંદી માંથે, શું જરૂર તે દુર કરવાની,
તો શાને કરવા યત્નો મારે, છૂપવવા એ જતી જવાની.

બહેરા કાન ન સૂણે કશું, જો કરે કોઇ મારી બદનામી,
તો શાને કરવા યત્નો મારે, એવા કડવા શબ્દો સૂણવાની.

કેડ વળી,હું શીખ્યો નમતા, લાગી ઘટવા મારી ગુમાની
તો શાને કરવા યત્નો મારે, સાચવવા એ જતી ગુમાની.

મુખડું મારૂં ખાય છે ચાડી, નથી વાત છાની રહેવાની
તો શાને કરવા યત્નો મારે, છૂપવવા એ જતી જવાની.

કરચલી આ મુખ ઉપરની છે, અનુભવોની નીશાની
તો શાને કરવા યત્નો મારે, એ કરચલીઓ ભૂંસવાની.
૨૩ -૧-૦૬

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.