” કાળની કરામત ” June 10, 2007
Posted by vijayshah in : કવિતા , trackback ” કાળની કરામત ”
જુઓ ગ્રહી લેવા પોતાનું ભાવિ
મૂકે દોટ કેવી,વર્તમાને મનુષ્ય,
અને તે હાથ લાગ્યું,ન લાગ્યું ત્યાંતો
થઇ જાય ભૂત,હતું જે ભવિષ્ય.
મૃત્યુ પછી પણ ભૂત મૂકે ન કેડો
બની વાસના, તે સાથે આવે અવશ્ય,
વળી અંચળો ઓઢી પ્રારબ્ધ કેરો
બને ભૂતમાંથી તે નવ જીવનનું ભવિષ્ય.
જુઓ આ કરામત,કાળ ‘ને કર્મ કેરી
કરે જે ભાવિનું ભૂત ‘ને ભૂત કેરૂં ભવિષ્ય.
ભૂત અને ભાવિ કેરા આ ચક્રમાંથી
થાયે મુકત, નિષ્કામ કર્મ કરીને મનુષ્ય.
Comments»
no comments yet - be the first?