“વિરાટનો રાસ” June 14, 2007
Posted by vijayshah in : કવિતા , trackback“વિરાટનો રાસ”
આજની રાત હતી અજવાળી આઠમની
વળી હતું નિરભ્ર આકાશ.
ઉગ્યો’તો ચંાદલો શ્યામલ ગગનમાં
છાયો ધરતી ‘પર મંદ પ્રકાશ.
શશી સંગ ઘૂમતી’તી શુક્ર તારા કણી
કરતાં હશે બેઉ હ્દયાની વાત.
તારા પણ ઘૂમતાં ‘તા મંદ મંદ વેગથી
પેલા શશી અને શુક્રની સંઘાત.
લાગે વિરાટે જાણે રચ્યો આજ આભમાં
અતિ મોહક,ભવ્ય,દિવ્ય કોઇ રાસ.
ચાંદનીની ઓઢણી ઓઢીને ધરતી
જોતી હતી અનેરો એ રાસ.
ઝૂલતાં ‘તા વાયુ ને ઝૂલણે તરૂવરો
ફેલાવી ફૂલોની મઘ મઘતી સુવાસ.
શ્યામલ એ આભ તળે ઉભો હું એકલો
છાયો મુજ ઉર માંહે પૂરણ ઉલ્લાસ.
એક નાની તારલી આવી ક્ષિતીજમાં
‘ને બોલી ” મને દેખાયે ક્ષિતીજમાં રતાશ,
સાવધ થઇ જાજો તમે સહુ તારલા
આવી રહયાં નભ માંહે રવિરાજ”.
એક પછી એક,વિખરાયા સહુ તારલા
પૂર્ણ થયો વિરાટનો એ રાસ.
ને માંડી મેં મીટ જયારે જોવા ક્ષિતીજમાં
મેં તો દીઠું મનોરમ નૂતન પ્રભાત.


Powered By
Comments»
no comments yet - be the first?