” બાળકૃષ્ણ દર્શન “ June 19, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” બાળકૃષ્ણ દર્શન ”
પરજન્ય થયો ‘ને ધરા હરખાઇ
લાગે હરિયાળા વન ઉપવન,
પુલકિત થયાં સહુ નર ‘ને નારી
લાગ્યાં મયૂર કરવા નર્તન.
લચ્યાં ફળ ફૂલે છે વૃક્ષ ‘ને વેલા
લાગે અતિ મોહક નવ સર્જન,
પશુ પંખી સહુ રાચે આનંદે
થઇ હર્ષિત, કરે મધુર ગુંજન.
બાળક નાના કરે છબછબીયાં
જોઇ હરખાયે મુજ મન,
લાગે જાણે વૃન્દાવન માંહે
થઇ રહયાં બાળકૃષ્ણ દર્શન.


Powered By
Comments»
no comments yet - be the first?