jump to navigation

” સત્યં શિવં સુંદરમ્ “ September 7, 2007

Posted by vijayshah in : વિચાર , 1 comment so far

” સત્યં શિવં સુંદરમ્ ”

આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.

” યજ્ઞ યાગ “ September 5, 2007

Posted by vijayshah in : વિચાર , add a comment

ચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.

” ઇચ્છા “ September 3, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

“ઇચ્છા”
જો રાખીયે ઇચ્છા મન મહીં
તો તે ફળે કે નિષ્ફળ જાય,
તે ફળતાં તો સુખ માંણીએ
‘ને નિષ્ફળ જાતાં દુઃખ થાય.
પરંતુ
જો ઇચ્છા ન હોયે એક પણ
તો જીવન કહો કેમ જીવાય !
તો ઇચ્છા એક જ રાખવી કે
હરિ ઇચ્છાથી બધું થાય.

” સમાચાર “ September 1, 2007

Posted by vijayshah in : વિચાર , 1 comment so far

” સમાચાર ”
સમ + આચાર =સમાચાર
જ્યારે આપણું આચરણ સમાજે સ્વિકારેલા નીતિ નિયમો પ્રમાણે હોય અર્થાત સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જેવું હોય તેને સમાચરણ કહેવાય અને આ અંગેની બાતમી મળે તેને સમાચાર કહેવાય. પરંતુ આપણા છાપાઓમાં તો કોઇ વ્યક્તિ નીતિ નિયમો વિરુદ્ધનું આચરણ કરે તો તે અંગેની માહિતી પહેલા પાને મોટા અક્ષરોમાં છાપવામાં આવે છે. આમ શાથી ?
વળી જેમાં ખબર છાપવામાં આવે તેને અ-ખબાર શાથી કહેતા હશે ?

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.