jump to navigation

” ભષ્ટાચાર” November 11, 2009

Posted by girishdesai in : કવિતા,વિચાર , 1 comment so far

” ભષ્ટાચાર”

આંખો ફાડી તમે જુઓ જરા, ઓ ભારતના નર ને નાર
રાતદિવસ તમારી ચારેકોરે, ચાલી રહયો છે ભષ્ટાચાર.

લાંચરૂશ્વત ને દાદાગીરીથી, થઇ રહયાં છે લોકો ખુવાર
ગુંડાઓ આ દેશની માહેં, થઇ બેઠા છે ભરથાર.

કાયદા કાનૂન ભંગ કરવામાં,છે શિક્ષિતો પણ હોશિયાર
ઘરનો કચરોે રસ્તામાં ફેંકે, ન લાજે,કરે ગંદકી પારાવાર.

ન ભણાવે કશું શિક્ષક શાળામાં, ટયુશનથી કમાયે ભારોભાર
લોભી આ શિક્ષકના શિક્ષણથી, કહો થશે પ્રજા કેવી તૈયાર ?

ભૂલ શોધી બીજાઓની, ટીકા કરવા છે સહુ તૈયાર
પણ હું શું કરૂં તો સુધરે ભાવિ,ન કરે એનો વિચાર.

કદી આવે જો મનની માંહે, ભાવિ તણો કાંઇ વિચાર
તો પણ ન મળે હિંમત હૈયામાં, કરવા તેનો આચાર.

ચાલશે નહીં કશું આપણું, માની સ્વીકારે પોતાની હાર
ને ગુંડાઓથી બચવા, તેમને પહેરાવે ગળામાં હાર.

ભાષણો ખૂબ ખૂબ સાંભળ્યા,કસી કમ્મર થઓ તૈયાર
તો જ ભાઇ થશે ભાવિમાંહે મા ભોમ તણો ઉધ્ધાર.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.