jump to navigation

હાયકુ April 8, 2015

Posted by girishdesai in : Uncategorized , trackback

હા

મનહ એવ
મનુષ્યાણાં કારણં
બન્ધ મોક્ષયો

દ્વૈત પ્રકૃતિ
અદ્વૈત પુરુષ છે
દ્વિધામાં મન

વર્ણ છે ગોરો
વળી દેહ રૂપાળો
કામુક મન

માનભંગથી
અભિમાનીનું
ક્રોધિત મન

સ્વજન જતાં
લાગે એકલવાયું
દુઃખી છે મન

ઈચ્છા કીધેલી
ન થઇ સફળ તો
ઉદાસી મન

વરસી વર્ષા
’ને થઈ હરીયાળી
હર્ષિત મન

છે નબળાઈ
તન મહીં તો જાણો
તેને અશક્તિ

છે નબળાઈ
મન મહીં તો જાણો
તેને આસક્તિ

ચામડી ભલે
હોય કાળી કે ગોરી
રૂધિર લાલ

દ્રષ્ટ અદ્રષ્ટ
સ્થળ કાળ ‘ને ગતિ
છે પૂર્ણ સૃષ્ટિ

જન્મ જીવન
જરા વ્યાધિ ‘ને મૃત્યુ
પૂર્ણ સંસાર

જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી

હારી ગયા છો
હાર સ્વિકારિ લેજો
ભૂલો સુધારી

કુ

કેશે કલપ
કીધો છતાં મુખડું
ખાય છે ચાડી

તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ખાલી

નિતી વિહોણા
ધર્મ ‘ને વિજ્ઞાન છે
સદા અધુરા

ટેવ બીડીની
પહેલા દમ થયો
પછી કેન્સર

બીયર બેલી
આદત બીયરની
આશ્ચ્રર્ય શાને

ભાવે છે ગળ્યું
પણ ડાયાબીટીસ
છે ને ઉપાધિ ?

વૃદ્ધત્ત્વ આવે
તન થાય નબળું
આ છે જીવન

મૃત્યુની વેળા
છે મનમાં મુઝારો
અધૂરી ઇચ્છા

શ્રવણ કરો
પછી મનન કરી
વર્તન કરો

ઘડપણમાં
પગ ડગમગે તો
ટેકો લાકડી

મનમાં ક્રોધ
વિવેક વિસરયો
ચલાવી ગોળી

મનની વેદી
અગ્નિ વિચાર કેરો
જીવન યજ્ઞ

આ સૃષ્ટિ તણો
અનુભવ કરવા
મળ્યું જીવન

સૃષ્ટિનું વૃક્ષ
સ્થળ કાળ ને ગતિ
તેના મૂળ છે

એક જ તત્વ
રુપ વિવિધ બને
સર્જાય સૃષ્ટિ

એક જ મન
વિવિધ વિચારથી
બદલે દ્રષ્ટિ

એક જ પ્રાણ
વિવિધ દેહ ધરે
વિવિધ પ્રાણી

એક જ બીજ
વાવીએ તો ઉગશે
એક જ વૃક્ષ

આપણે સહુ
માનીએ છીએ ઘણું
જાણીએ અલ્પ

મન શત્રુ છે ?
હાંકો ઊંધી દીશામાં
તો થશે મિત્ર

વિચાર આવે
શબ્દો નવા બનાવે
વિકસે ભાષા

ઉદર મોટું
નાભિથી નીચે બેલ્ટ
ચીંતીત મન

અગન ગોળા
ઘૂમે ગગન માંહે
વિના અધાર

આ સૃષ્ટિતો છે
શૂન્યનો શગાણર
કોણે સજાવ્યો ?

આ ધ્વનીતો છે
વાયુનો રણકાર
કોણે પુકાર્યો ?

આ અગ્નિતો છે
સૃષ્ટિનો ગરમાટો
કોણે પ્રજ્વાળ્યો?

આ પાણીતો છે
જીવનનો સંચાર
કોણે કરીયો ?

આ પૃથ્વિતો છે
પ્રાણીનો આધાર
કોણે તે દીધો?

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.