“આત્માનો છાંયો” March 5, 2007
Posted by vijayshah in : કવિતા , trackback“આત્માનો છાંયો”
    ચાલતા ચાલતા રસ્તે એકદિ, જોઇ મારો પડછાયો
    ન જાણંુ, અચાનક કયાંથી વિચાર મનમાં આવ્યો
    જેને હું કહું છું મારો, તે તો છે આ તનનો છાંયો
    જો હું તન નથી પણ આ તન છે મારૂં
    તો કોણ હું ? ‘ને તે કયાંથી અહીં આવ્યો ?
    ભવ ભવના અનુભવ પછી પણ,ન થયો જેનો છુટકારો
    અભાગી એવા કોઇ આત્માનો, હશે શું આ તન છાંયો ?
    ભૂમિ ઉપર ભાળું હું જેને, તે નથી મારો પડછાયો પણ
    ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.
 
					
Comments»
no comments yet - be the first?