” અનંતના ગર્ભમાં ‘ March 23, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” અનંતના ગર્ભમાં ‘
કેમ કરી અનંતને આંબુ ઓ ભાઇ મારા
કહો કેમ કરી અનંતને આંબુ.
અનંતને આંબવા જોઇએ જીવન જેવડું
ન હોય તે કદી એવડું લાબું.
તો કહો કેમ કરી અનંત ને આંબુ !
બ્રહ્માન્ડતો અંડ છે જુઓ પેલા એ બ્રહ્મનું
જે અનંતના ગરભમાં સમાણું.
વળી બ્રહ્મના એ અંડમાં પંડ છે આ મારૂં
અણુથી પણ છે સાવ તે નાનું.
તો કહો કેમ કરી અનંત ને આંબુ!
નાના આ પંડથી ન તૂટે કોચલું એ અંડનું
‘ને ન નીકળે બહાર શીશ મારૂં
જો નીકળે ન શીશ તો આ પંડ કેમ નીકળે
‘ને કેમ કરી બહાર મારે જાવું.
તો કહો કેમ કરી અનંત ને આંબુ!
કેન્દ્ર વિહોણો આ ગોળો અનંતનો
તો એની ત્રીજયા હંુ કેમ કરી માપું.
કયા ગણિતથી મારે કરવી ગણતરી
બધુંય ગણિત પડે ત્યાંતો ટાંચું.
તો કહો કેમ કરી અનંત ને આંબુ!
૯-૧૯-૦૨
Comments»
વાહ , ગીરિશભાઈ, વાંચવાની મજા પડી ગઈ!!!
બધુંય ગણિત પડે ત્યાંતો ટાંચું.
તો કહો કેમ કરી અનંત ને આંબુ!..અનંત ને આંબવા આ માનવી તણખલું પકડી ઘુમ્યા કરે,શું કરે!ક્યાં કોઈ આરો કે કિનારો !!
વિશ્વદીપ બારડ.. હ્યુઅસ્ટ્ન
http://www.vishwadeep.wordpress.com