ત્યાગીને ભોગવી જાણો March 1, 2007
Posted by vijayshah in : કવિતા , add a commentત્યાગીને ભોગવી જાણો
વહી જતા વર્તમાનની આ પળોમાં
માનવી આયખું આખું વિતાવે.
છતાં ભમે તે ભૂત કેરી સ્મૃ તિમાં
કે રહે રઝળતો ભાવિ તણાં વિચારે.
ત્યાગી એ વિચારો ભૂત ભાવિ કેરા
લો ભોગવી વર્તમાન તણી પળો આ.
‘ ત્યાગીને ભોગવી જાણો ‘
શીખ ન દીધી શું એ ઇશાવાસ્યમાં ?