” ર્હદય ચાળની “ August 5, 2007
Posted by vijayshah in : કવિતા , 3 comments” ર્હદય ચાળની ”
સ્વર્ગ અને નરક વચ્ચે
અંતર બે વહેતનું રહ્યું.
મસ્તિષ્કમાં નરક છે’ને
સ્વર્ગ હદયમાં રહ્યું.
જો ઇચ્છો સ્વર્ગની કેડી લેવા
તો મસ્તિષ્કથી ભાગવું રહ્યું.
‘ને ર્હદય ચાળણીએ મનના બધા
વિચાર, ચાળતા શીખવું રહ્યું.