“માગું એક વરદાન” December 18, 2008
Posted by girishdesai in : કવિતા , trackbackમાગું એક વરદાન
મુજ અંતર અંદર, રટું નિરંતર
હે પ્રભુુ તારું નામ,
તુજ કૃપાથી થાયે આ જગમાં
સહુના સઘળાં કામ.
શિવ,વિષ્ણુ તું, બુદ્ધ,ઇશુ તું
તંુ જ રહીમ તું રામ,
વિધ વિધ રૂપે પૂજે સહુ તુંજ ને
કરે તને પ્રણામ.
સર્વ ધર્મનો તું સંચાલક
તુજ કરમાં સહુની લગામ,
તો માનવ કૃત ધર્મો આ જગના
ઝગડે છે શું કામ ?
હે શેષશાયી જાગ હવે તું
કર કઠણ તુજ કરની લગામ,
લાગે માનવી ભૂલ્યો છે આજે
માનવતાનું ભાન.
માગું પ્રભુ હું તારી પાસે
બસ એક વરદાન,
કે દે સદ્બુદ્ધિ તું સહુ માનવને
બનવા સાચો ઇન્સાન.
Comments»
no comments yet - be the first?