jump to navigation

”ષડરિપુ” November 29, 2008

Posted by girishdesai in : કવિતા , add a comment

”ષડરિપુ”
ઓ ભાઇ, તને ષડરિપુ કરે હેરાન
ઓ ભાઇ, તને ષડરિપુ કરે હેરાન
કામ,કોધ,લોભ,મોહ,મદ ‘ને મત્સર,
છ છે એનાં નામ
પળપળ આવી પજવે તુંને
કરે તને બેધ્યાન
ઓ ભાઇ તને
કામમાંથી કોધ જનમે,કોધ ભૂલાવે ભાન
વાણી વર્તન વિપરીત થાયે,રહે ન કોઇ લગામ
ઓ ભાઇ તને
લોભ,મોહમાં તું શે લપટાયો,કયાં ગઇ તારી સાન !
રાત દિવસ તે પકડી રાખે, કરે તને ગુલામ
ઓ ભાઇ તને
મત્સરતો તને જીવતો બાળે, કરે ઉંઘ હરામ
મદતો મનમાં હુંપદ આણે, અને વિસરાવે રામ
ઓ ભાઇ તને
શ્રદ્ધા કેરૂં ધનુષ્ય લઇ લે, લઇ લે બુદ્ધિનું બાણ
ભકિત કેરી પણછ ચઢાવી, કર તેનું સંધાન
ઓ ભાઇ તને
સંહારી દે તું ષડરિપુ સઘળાં,ચીંધીને તારૂં બાણ
નષ્ટ કરી એ ષડરિપુ તારાં,ભજી લે તંુ સુખથી શ્રી રામ
ઓ ભાઇ તને

શેખચલ્લી March 15, 2008

Posted by girishdesai in : કવિતા , add a comment

ભલે ઉડે મન આભમાં પણ
સ્થિર કરવા ધરા ‘પર પાય,
નહીં તો જરુર જાણજો ભાઈ
કે હાલ શેખ ચલ્લી જેવા થાય.

“દિવાસ્વપ્ન” December 25, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

દિવાસ્વપ્ન

નિરાંત વેળા આ મન મારૂં, ડૂબ્યું સ્મૃિત કેરા સાગરમાં.
પહોંચી ગયો વતન માંહે, બેઠો હતો જુના પ્રાંગણમાં.

જોયા ત્યારે મેં જે દ્રષ્યો, કહું તે તમ સહુને આ પળમાં
જે ડૂબવશે તમ સહુને પણ,સ્મૃિત કેરા સાગરમાં.

વિધ વિધ પ્રાણી ત્યાં તો મેં દીઠાં, બેઠા બેઠા પ્રાંગણમાં
કદી દીઠી ગાવડી ફરતી,સૂણ્યો ગર્દભ ભૂકતો મસ્તિમાં.

વૃક્ષ ’પર વાનર કૂદ્યો ’ને, ભસ્યો શ્વાન આવી આંગણમાં
કાગડો કા કા કરતો ઉડયો,બોલી કોયલ મીઠા સૂરમાં.

ત્યાં તો આવ્યો શાકભાજી વાળો, બૂમો પાડતો ઊંચા સૂરમાં
શાકભાજી હું લાવ્યો છું તાજી, લઇ લો બેઠા બેઠા ઘરમાં.

જીવંત આવું દ્રષ્ય જોઇ, હરખાતો ’તો હું મુજ મનમાં
ત્યાં તો ફોનની ઘંટડી વાગી,તુટયું દિવાસ્વપ્ન તે ક્ષણમાં.

થયો સભાન, મેં કીધો નિશ્ચય,જાવા ફરી એ આંગણમાં
ત્યાં જઇને મેં જે જોયું તેથી થયું આશ્ચર્ય મુજ મનમાં.

દ્રષ્ય એ જુનું ના દેખાયું, જે છુપાયું હતું મારા મનમાંં
ઇંટો કેરા માળા ત્યાં દીઢાં, જયાં હતા વૃક્ષો આમલડીના.

ગઈ આમલી ગયા લીમડાના , ત્યાં થયા રસ્તા ડામરના
કૂદતાં વાનર ’ને ગાતા પંખી, કેમ ન આવે તે દ્રષ્ટિમાં.

કરી નષ્ટ વન ઉપવનો, માનવી બાંધે માળા ઇંટોના
તો કયાં વસશે પંખીને પ્રાણી,એ વિચારું હું મુજ મનમાં.

“મોટી બહેની” December 13, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

પૂર્વ જન્મોના કઇ પૂણ્યોને કારણ
મને મળ્યો જે બહેનીનો સાથ,
તે દેતી રહી પ્રેમ સદાય મુજને
જાણે હતી એ મારી માત.

સાચે આ મારી મોટી બહેની
હતી હૃદયની સાવ નિષ્પાપ,
કટુ વાણી ન કદી કહેતી કોઇને
ન કદી બોલતી ઊંચે સાદ.

જે કાંઇ વીતી એને માથે
સહી લીધું બધું ચૂપચાપ,
એવી આ મારી મોટી બહેની
પ્રભુ,આવી છે તારી પાસ.

પ્રભુ,સુણજે આ આજીજી મારી
જે હું કરી રહયો છું આજ,
માત સમી આ મારી બહેનીને
સદા સંભાળી રાખજે તારી પાસ.

ગિરીશ

“વિચારના વહેણ” December 11, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

વિદીત થાય વિશ્વ આ વિચારના વહેણમાં
વિચાર શમતાં જ વિશ્વ વિસરાઇ જાયે.

વિચાર તો વહેણ છે જીવન સરિતા તણું
વમળ પાપ પુણ્યના એ વહેણ માંહીં થાયે.

જો ખાળો એ વહેણને બુદ્ધિના બંધથી
તો વમળ પાપ પુણ્યના વિખરાઇ જાયે.

“Learning” December 6, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

Learning

Learning is a process that
We must go through on our own
And to succeed in such endeavor
We must rid of our every lazy bone.

And whatever we try to learn
We must do it without groan and moan
Then there is nothing in this world
That can really remain unknown.

“ઝંખના” October 31, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

“ઝંખના”

જન્મે જે જે જીવો જગમાં, આવે સહુનો અંત
વિશ્વ માંહી તુંજ પ્રભુ છે, એક અનાદિ અનંત.
ફળ ફૂલ સઘળાં તું જ બનાવે,દે સહુને સ્વાદ સુગંધ,
જડ ચેતન પણ તેં જ છે સજર્યાં, કીધાં વિવિધ રૂપ રંગ
લ્હાવો લેવા આ જગતનો દીધાં તેં મન,બુદ્ધિ ‘ને અંગ
આ જગમાં આવી તે ત્રણે ફસાયાં લાગ્યો સૃષ્ટિનો રંગ
સ્થળ ‘ને કાળની બેડી બનાવી તેમાં બાંધી દીધું આ અંગ,
વળી વાસના કેરા વહેતાં વમળમાં ચક્રાવે ચઢાવ્યું મારૂં મન.
ઝાંખી કરવા પ્રભુ, તારા સ્વરૂપની ઝંખે સદા આ મારૂં મન,
જો અવસર એવો દેશે પ્રભુ તું, તો ઉભરાશે મુજ ઉરમાં ઉમંગ

” ગીતાનો સંદેશ ” October 29, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

ગીતાનો સંદેશ
જો હોયે મન મહીં કદી કૃષ્ણની ખેવના
તો જીવનભર કર્મ કરતાં જ રહેવું.
અકર્મ વિકર્મથી સુખ શાન્તિ ન કદી મળે
કેવળ નિષ્કામ કર્મ કરતાં જ રહેવું.
કૃષ્ણ કોઇ વ્યકિત કે વસ્તુ નથી જાણીને
કૃષ્ણ તત્ત્વ જાણવા મથતાં જ રહેવું.
નિષ્કામ કર્મથી સિદ્ધિ સુલભ બને
છે એ જ વાત સાચી,એમ ગીતાનું કહેવું.
Add comment October 29, 2007 Edit

“ભૂતની ચાવી “ October 4, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

જો હોય એષણા મન મહીં,નીરખવા ઉજળું ભાવિ
તો ખોલજો તાળું વર્તમાનનું,લગાવી ભૂતની ચાવી.
****************************
જો ન આપો વિચારને,વાણી કે વર્તનનો અધાર
તો કહો ભાઇ થાય શું, સપના કદી કોઇના સાકાર ?

” આરમાનો! “ September 27, 2007

Posted by girishdesai in : કવિતા , 1 comment so far

સમય આવી રહયો છે દોડતો
અહીંથી પાછા ફરવાનો.
જોને ખોલી ઉભા છે દરવાજો
પેલા યમ તણા દરવાનો.
હવે ધાર્યું નથી કરવા દેતો
આ દેહ તને પરવાનો.
તોયે મનવા તું શાને કરતો રહે
નિત નવીન આરમાનો!

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.