” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? “ July 1, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? ”
ગરજ પડી ત્યારે લાંબુ ન વિચાર્યું
‘ને શત્રુને પોષ્યાં મિત્રોને નાતે,
અતિ ઘાતક શસ્ત્રો પણ શોધ્યાં
‘ને કર્યો ખર્ચ મોટો તે કાજ માટે.
આ મિત્રો,આ શસ્ત્રો,આવી ઉભાં છે
બની શત્રુ તમારા, તમારી જ સામે,
હવે ભાઇ મનમાં શાને થાયે અચંબો
કહો,હાથના કર્યાં શું હૈયે ન વાગે ?
” બે મિનારા “ June 29, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” બે મિનારા ”
ઉન્નત મસ્તકે ઉભા હતા બે મિનારા
શોભાવતાં જાણે ન્યુયોર્ક તણા કિનારા.
હતો નિજ મન માંહે ઘમંડ અતિ ભારી
છે શકિત કહો કોની મીટાવે હસ્તી અમારી.
જેમ ગર્વિત બની બાષ્પ ઊંચે ચઢે છે
પણ વર્ષા બની તે જરૂર નીચે પડે છે,
તેમ ગર્વિત થઇ જે શીર ઊંચુ કરે છે
તેને જરૂર કદી નીચા નમવું પડે છે.
જુઓ આવો જ છે નિયમ આ દુનિયાનો
તોડી ગયા એ મિનારા,આવી બે વિમાનો.
જુઓ થયા ભ્રષ્ટ બધે બધા રાજતંત્ર
ન હવા ન પાણી ન રહયું કશુંએ પવિત્ર.
લાગે,ન રહયું જગતમાં કોઇનું કોઇ મિત્ર
કેવું અશુભ ભાસે ભાવિ દુનિયાનું ચિત્ર.
” ચંદ્ર વિશે “ June 20, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” ચંદ્ર વિશે ”
ગિરીશ ઉવાચ
કેવી સુંદર અને રૂપાળી લાગે છે જુઓ આ ચાંદની રાત
ભાઇ આર્મસ્ટ્રોંગ તું ત્યાં જઇ આવ્યો તો કહે ચંદ્રની વાત.
આર્મસ્ટ્રોંગ ઊવાચ
લાગે દૂરથી ડુંગરા રળિયામણા એ વાત છે સાવ સાચી
એ ચંદ્રની એક બાજુ છે ગરમી બીજી બાજુ છે ઠંડી ખાસી.
એક તરફ આંખો આંજે એવું અતિશય છે અજવાળું
બીજી બાજુ હાથ ખુદનો ન ભાસે, છે એવું ઘાડ અંધારૂં.
શ્વાસ લેવા ન મળે હવા, પીવા ન મળે છાંટો એ પાણી
ખાવાની તો વાત જ ન કરવી ન મળે મમરા કે ધાણી.
કૂદકો મેલો આ ધરા ‘પર તો પાંચ ફૂટ જઇ પડો પાછા
કૂદકો મેલો ચાંદા ઉપર તો પચાસ ફૂટ પડી તોડો ટાંગા.
ચંદ્ર ઉપર જઇ જોયું મેં તો લાગી ધરતી અતિ રૂપાળી
તેથી અહીં હું આવ્યો પાછો ગાળવા શેષ જીદગી મારી.
ગિરીશ ઉવાચ
સૂણી લીધી, તેં જે કીધી, એ મોહક ચંદ્રની વાત
ભાગ્યશાળી હું છું કેવો કે વિતાવું અહીં દિવસને રાત.
ચંદ્ર ઉપર મેં લખી કવિતા માણી દૂરથી એનો પ્રકાશ
પણ ચંદ્ર ઉપર જઇ તે લખવાની નથી ઇચ્છા કે આશ.
” બાળકૃષ્ણ દર્શન “ June 19, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” બાળકૃષ્ણ દર્શન ”
પરજન્ય થયો ‘ને ધરા હરખાઇ
લાગે હરિયાળા વન ઉપવન,
પુલકિત થયાં સહુ નર ‘ને નારી
લાગ્યાં મયૂર કરવા નર્તન.
લચ્યાં ફળ ફૂલે છે વૃક્ષ ‘ને વેલા
લાગે અતિ મોહક નવ સર્જન,
પશુ પંખી સહુ રાચે આનંદે
થઇ હર્ષિત, કરે મધુર ગુંજન.
બાળક નાના કરે છબછબીયાં
જોઇ હરખાયે મુજ મન,
લાગે જાણે વૃન્દાવન માંહે
થઇ રહયાં બાળકૃષ્ણ દર્શન.
” હરિનો ઉપકાર “ June 18, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment ” હરિનો ઉપકાર ”
નિહાળો શિશુ નાના, કલબલ કરી ખેલ કરતાં
ન બેસે કદી છાનાં, મન મહી ઉલ્લાસ ભરતાં.
વાગી જાએ કાંઇ, ડબ ડબ આંસુ નયને નિતરતાં
લઇ ઉછંગે પંપાળો, તો ક્ષણ મહીં બધુંયે વિસરતાં.
બોલે શબ્દો કાલાં, સરળ મનથી જે નીકળતાં
ઘૂમે ચારે બાજુ, મુકત મનથી તે વિહરતાં.
જો સતાવે શિશુ આવું, તો મન મહીં ન કદી ક્રોધ કરવો
ગણી લ્હાવો એને, શ્રી હરિ તણો ઉપકાર ગણવો.
” દીવડો “ June 16, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” દીવડો ”
કરૂં ભજન હું ,કરૂં હું દીવડો
દૂર કરવા ઉર અંધકાર,
ઉર આ મારૂં દૂર દૂર ભાગે
એને લોભાવે આ સંસાર.
એને લોભાવે આ સંસાર
મુજ ઉરમાં વસે તું, દૂર ત્યાં હસે તું
જયાં છે તારલીયાનો ચમકાર,
અણુ અણુમાં વ્યાપ્ત છે તું,
તું છે અક્ષર ૐ કાર.
તું છે અક્ષર ૐ કાર
શાને કાજે પ્રભુ તેં કીધો,
અતિ વિકટ સંસાર !
શાને કાજે મુજ ઉરને દીધો
હઠીલો આ અહંકાર !
હઠીલો આ અહંકાર.
કર જોડી પ્રભુ વિનવું હું તુંજને
વિનવું હું વારંવાર
જો દૂર કરશે અહં તું મારો
તો માનીશ તવ ઉપકાર
તો માનીશ તવ ઉપકાર.
“વિરાટનો રાસ” June 14, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment“વિરાટનો રાસ”
આજની રાત હતી અજવાળી આઠમની
વળી હતું નિરભ્ર આકાશ.
ઉગ્યો’તો ચંાદલો શ્યામલ ગગનમાં
છાયો ધરતી ‘પર મંદ પ્રકાશ.
શશી સંગ ઘૂમતી’તી શુક્ર તારા કણી
કરતાં હશે બેઉ હ્દયાની વાત.
તારા પણ ઘૂમતાં ‘તા મંદ મંદ વેગથી
પેલા શશી અને શુક્રની સંઘાત.
લાગે વિરાટે જાણે રચ્યો આજ આભમાં
અતિ મોહક,ભવ્ય,દિવ્ય કોઇ રાસ.
ચાંદનીની ઓઢણી ઓઢીને ધરતી
જોતી હતી અનેરો એ રાસ.
ઝૂલતાં ‘તા વાયુ ને ઝૂલણે તરૂવરો
ફેલાવી ફૂલોની મઘ મઘતી સુવાસ.
શ્યામલ એ આભ તળે ઉભો હું એકલો
છાયો મુજ ઉર માંહે પૂરણ ઉલ્લાસ.
એક નાની તારલી આવી ક્ષિતીજમાં
‘ને બોલી ” મને દેખાયે ક્ષિતીજમાં રતાશ,
સાવધ થઇ જાજો તમે સહુ તારલા
આવી રહયાં નભ માંહે રવિરાજ”.
એક પછી એક,વિખરાયા સહુ તારલા
પૂર્ણ થયો વિરાટનો એ રાસ.
ને માંડી મેં મીટ જયારે જોવા ક્ષિતીજમાં
મેં તો દીઠું મનોરમ નૂતન પ્રભાત.
” ગટરના કીડા ” June 13, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” ગટરના કીડા ”
જોઇ અસ્વચ્છ શેરીઓ ‘ને મેં જોયાં મેલા મકાનો
ચલવાના રસ્તા ઉપર, લોકો માંડી બેઠા દુકાનો
ફટ ફટદોડતી રીક્ષાઓ ફેલાવે, કાળો ધુમાડો
લેવો પડે શ્વાસ સહુને, પ્રદુષણ ભરી હવાનો.
ઘોળીને પી ગયા છે લોકો, સરકારી ફરમાનો
કાયદો ભંગ કરવાનો જાણે છે સહુને પરવાનો.
કાયદો ભંગ કરી છુટવાનો રસ્તો છે એક મઝાનો
લંાચ લેવા સહુ તત્પર છે, પટાવાળા ‘ને પ્રધાનો.
અનુભવે, પણ ટાળે ન કોઇ પ્રદુષણની આ પીડા
શાને રાચે ગંદકી માંહે, જેમ રાચે ગટરના કીડા !
” પ્રભુને પડકાર” June 12, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” પ્રભુને પડકાર”
નથી યાદ કે મેં માંગ્યું, જીવન જગમાં આવવા
લાગે જન્મ દીધો તેંતો, મુજને જગમાં ફસાવવા.
ફળ તણી લાલચો આપી, તેમાં તેં ફસવી દીધો,
કર્મ તણી ભરી ભીંસ, ‘ને કેદમાં પૂરી દીધો.
કર્મ, ફળ અને જીવન,આ બધું જ છે તારી લીલા,
જો ન છૂટું હું તેમાંથી, તો વાંક તારો જ છે ભલા.
અનંત અનાદિ મોટો તું, દાબ્યું બ્રહ્માન્ડ પગ તળે
મુજ ગરીબ ને સતાવતાં,કહે,આનંદ તુજને શું મળે !
દે શકિત તુજ સમી મુજને,પછી આવ ફસાવવા
તો જાણું કે તું ન્યાયી છે, વિશ્વ આખું ચલાવવા.
” કાળની કરામત ” June 10, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment ” કાળની કરામત ”
જુઓ ગ્રહી લેવા પોતાનું ભાવિ
મૂકે દોટ કેવી,વર્તમાને મનુષ્ય,
અને તે હાથ લાગ્યું,ન લાગ્યું ત્યાંતો
થઇ જાય ભૂત,હતું જે ભવિષ્ય.
મૃત્યુ પછી પણ ભૂત મૂકે ન કેડો
બની વાસના, તે સાથે આવે અવશ્ય,
વળી અંચળો ઓઢી પ્રારબ્ધ કેરો
બને ભૂતમાંથી તે નવ જીવનનું ભવિષ્ય.
જુઓ આ કરામત,કાળ ‘ને કર્મ કેરી
કરે જે ભાવિનું ભૂત ‘ને ભૂત કેરૂં ભવિષ્ય.
ભૂત અને ભાવિ કેરા આ ચક્રમાંથી
થાયે મુકત, નિષ્કામ કર્મ કરીને મનુષ્ય.