” કર્મની પાંખો” March 12, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” કર્મની પાંખો”
મનમાં તમારા વહી રહયાં છે જે વિચારો,
કરવા સફળ તેને કર્મની પંાખો તો આપો.
નથી કોઇ તત્પર મદદ કરવા જરીએ
છતાં હારો ન હિમ્મત,નિસાસા ન નાખો.
જો કરશો કર્મ તમે જાતે તમારે જ હાથે,
તો થશો સફળ,બસ આશા એવી જ રાખો
જાગો ને જગાડો વળી ધૂણી ધખધખાવો
ન મળે મદદ છતાં કદમ આગે બઢાવો.
જો સફળ કરવા ચાહો એ બધાંયે વિચારો,
તો શ્રદ્ધાના પવનમાં કર્મની પંાખે ઉડાવો.
છતાં તમારી એ શ્રદ્ધા, અંધ તો નથીને ?
તે જાણવા અંાખો બુદ્ધિની સદા ખુલ્લી રાખો.
Comments»
no comments yet - be the first?