“ગયા સાપ ‘ને રહી ગયા લીસોટા” March 15, 2007
Posted by vijayshah in : કવિતા , trackback“ગયા સાપ ‘ને રહી ગયા લીસોટા”
હરખે ત્યજીને જનની જનેતા,
સ્વીકારશે શું કોઇ સાવકી માતા ?
તો શાને સ્વીકારી લઇ આંગ્લ ભાષા,
ત્યજી રહયાં ભારતીયો મીઠી માતૃભાષા ?
જતાં સાપ જેમ રહી જાયે લીસોટા,
ગયા આંગ્લદેશી પણ રહી આંગ્લ ભાષા.
ગુલામીમાં ઝૂકી ઝૂકી ભલે ભરી સલામી,
પણ હજી કેમ ન ગઇ મનની આ ગુલામી !
કહે છે મને સહુ કે ‘જે શીખે આંગ્લ ભાષા’
તેની જ થાયે હિન્દ મહીં પ્રગતિ સારી.
પણ કહું હું જે, તે રાખજો ધ્યાનમાંહી
કે જો ભૂલીશું માતૃભાષા તો
ભૂંસાઇ જાશે સંકૃતિ પણ આ અમારી.
***************************
ગુજરતી આ ગુજરાતી ભાષાને
જો નહી સાચવવી ઓ મારા ભાઇ
તો જરુર રાખજો ધ્યાનમાં કે
જશે આપણી સંકૃતિ ભૂંસાઇ


Powered By
Comments»
ગુજારાતના ગુજરાતી આજ
ભાષાની રક્ષાને કાજ
હાથમાં હાથ મિલાવો આજ
નહીંતર જો જો કોનું રાજ
‘ગુજલીશ’ યા ‘ઈંગરાટી’
નું.