jump to navigation

” સ્વર્ગ કે નરક “ April 12, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” સ્વર્ગ કે નરક ”

મૃત્યુ પછી કોઇ આવે, કહેવા શું પાછું,
કે છે દુઃખ નરકે, ને સ્વર્ગમાં સુખ સાચું ?

મૃત્યુ પછી નહીં પણ અહીંયા જ, આજે
મળે સ્વર્ગ કે નરક, કરી કર્મ સારૂં કે નઠારૂં.

જો હદય પીંજરે પૂરી દઇ પ્રભુને
મારી દેશો તે ‘પર મજબુત એક તાળું.

તો આવવું પડશે તેને તમારી સાથે
જે દી થશે ભાઇ મૃત્યુ તમારૂં.

તો સ્વર્ગ કે નરકમાં કયાં લઇ જશે તે ?
વિચારો, કહો હવે શું કહે છે મન તમારૂં.

” જયાં જયાં — ત્યાં ત્યાં “ April 11, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” જયાં જયાં — ત્યાં ત્યાં ”

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત,
જયાં જયાં હોય એક મતાન્ધી, ત્યાં ત્યાં સદા થાય તકરાર.

જયાં જયાં હોય લોકો લોભી, ત્યાં ત્યાં હોય ધૂર્ત પરિવાર,
જયાં જયાં વસે અંધ શ્રધ્ધાળુ, ત્યાં ત્યાં થાય છે ભષ્ટાચાર.

જયાં જયાં હોય લોકો નિર્બળ, ત્યાં ત્યાં થાયે અત્યાચાર,
જયાં જયાં હોયે લોકો દંભી, ત્યાં ત્યાં થાયે મિથ્યાચાર.

જયાં જયાં લોકો હોય પ્રમાદી, ત્યાં ત્યાં સદા દેખાયે ગંદવાડ,
જયાં જયાં હોય લોકો આળસુ, ત્યાં ત્યાં દરિદ્રતા પારાવાર.

Potion For Happiness April 9, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

Potion For Happiness

Life is what we make of it,
By doing things, dumb or smart.
Love always pulls us together
And hate just breaks us apart.

If we wish for a life that is happy
One lesson we must learn by heart,
That the true potion for a happy life
Is open mind and a loving heart.

” જીવન ઘડતર “

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” જીવન ઘડતર ”

ઘડીએ તેવું જ ઘડાય જીવન,
કરીને કર્મો સારાં કે ખોટાં.
પ્રેમ વડે સહુ થાય છે ભેળાં,
દ્વેષ વડે સહુ થાય વિખૂટા.

જો ઇચ્છો રહેવા સુખી આ જગમાં
તો રાખો યાદ તમારા મનમાં
કે સુખ કાજે રાખવું મન મોટું
અને ભરવો પ્રેમ હ્યદયમાં.

” પંખીની દિનચર્યા “ April 7, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” પંખીની દિનચર્યા ”

પ્રાતઃકાળે કલરવ કરી ઉઠે
ત્યજી જાય પંખી માળો,
ખૂલ્લે વ્યોમે ફર ફર ઉડી
શોધવા જાય દાણો.

દાણો મળતાં કૂજન મીઠું કરી
પહોંચી જાય પાછું માળે.
બચ્ચાં તેનાં ચીખ ચીખ કરી કહે
જોઇએ દાણો એક મારે.

વળી મધ્યાન્હે સૂરજ ધખ ધખે
ચાહે પંખી કયાંક છાંયો,
તરૂવર ડાળે ગુપચૂપ બની
કરી લે થોડો વિસામો.

સંધ્યાકાળે સૂરજ મૃદુથતાં
ઘૂમે પંખી ચારે કોરે.
ઘૂમી ઘામી નીજ ઉદર ભરે
પંખી નમતે પહોરે.

ડૂબે જયારે રવિ ક્ષિતિજમાં
પહોંચી જાય પંખી માળે,
‘ને ઢાળી માથું નીજ શરીરમાં
પોઢી જાય પભુને ખોળે.

” મુક્તકો” April 5, 2007

Posted by vijayshah in : વિચાર , 2 comments

” મુક્તકો”

રહેવા ચાહો જો સ્વતંત્ર તો શિખો કરતાં મજૂરી
રહેવા ચાહો પરતંત્ર તો શિખો કરતાં હજૂરી.
મજૂરીયના જીવન મહીં જ રહી શકે સાચી ખુમારી
હજૂરીયાના જીવન તણી તો થાયે કેવળ ખુવારી.
૧૧-૧૨-૦૩
જીવન કેરી સરિતાના જળને કહેવાયે છે આશા
તન મન કેરા બે કિનારા ‘ને છે કાળ તણી મર્યાદા.
૧૨-૨૬-૦૩
પ્રભુ, તું ભલે કરે એવું કે,
હું જાઉં બધા ઇનામ હારી,
પણ ન કરતો કદી એવું કે,
વિસરું હું મારી ઇમાનદારી.
૧૨-૩૧-૦૩
સમજો ભાઇ આ જીવનને અમર મૃત્યુનું નૃત્ય,
નૃત્ય કરે જે મૃત્યુ સંગે તે જીવન થાય કૃતકૃત્ય.
૪-૪-૦૪
જન્મતો છે મૃત્યુનું મૃત્યુ
અને છે મૃત્યુ જીવનનો અંત,
આ કાળ ચક્ર ચાલે શાને
તે તો જાણે કેવળ ભગવંત.
૪-૪-૦૪
ન કરી શકાય કદી કોઇથી સમય ને કોઇ બાધા
ન કળી શકાય કદી કોઇથી સમય કેરી મર્યાદા.
કયંા છે સમય સમય ની પાસે,સૂણવા કોઇના ભાગ્યની ગાથા
એતો રહે સદાયે વહેતો,ભલે ને રહે અધૂરા મનના ઇરાદા.

” મૂલ્ય “ April 2, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” મૂલ્ય ”

મૂલ્ય શું તેજનું ,જો ન હોય અંધકાર તો ,
કહો થાય શું મૂલ્ય જીવનનું કદી મૃત્યુ વિના ?

ઉપજે કહો ભાવ શું ? જો ન હોય અભાવ તો,
કહો થાય શું મૂલ્ય પુરૂષનું કદી પકૃતિ વિના ?
—————————
” કફન અને કવન ”

ન હોમાય જેમંા આહૂતિ,તેને ન કહેવાએ કદી હવન
ન હોય જો દયા દિલમાં,તો ન થઇ શકે કદીયે રહમ
ન ઢાંકી હોય શબ ઉપર,તે ચાદર ન કહેવાયે કફન
તો કહેવાય તે કવિતા શાને,જેમાં ન હોયે કાંઇ કવન

” પ્રભુ તું રહેશેને મદદમાં ?” April 1, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” પ્રભુ તું રહેશેને મદદમાં ?”

વીત્યાં કયારે, કેવા,જીવન મુજનાં પૂર્વ ભવમાં
કીધાં કેવા કર્મો નથી કશું મુજને સ્મરણમાં.
ન જાણું વિઘાતાએ, શું લખ્યું હશે આ જીવનમાં
તો નિયત પથે જાવા, પ્રભુ તું રહેશેને મદદમાં ?

હું હતો નાનો જયારે, વહી ગયાં વર્ષો રમતમાં
અને યુવાની તો વહી ગઇ સંસાર સુખમાં.
ભૂલ્યો બુઢાપે તુજને, કરૂં જતન હું જીર્ણ તનનાં
તો કયે મોઢે પૂછું,” પ્રભુ તું રહેશેને મદદમાં.”

પણ, પ્રભુ તું પ્રજ્વાળે જીવન અનલ મારા શરીરમાં
વહાવે વિચારોના, વમળ વળી મારા મગજમાં.
પ્રભુ, તારી ઇચ્છાથી તો, ફરે અણું અણું આ જગતના
તો તારા વિના કોને કહું હું રહેવાને મદદમાં !

અને જયારે આવે, શ્રી યમ મને અહીંથી લઇ જવા
પ્રભુ તે વેળાએ રહેજે તું મારી સમીપમાં.
પછી ભલે તે લઇ જાએ, મને સ્વર્ગમાં કે નરકમાં
નહીં લાગે ભીતી, પ્રભુ જો રહેશે તું મદદમાં.

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help