jump to navigation

“મારી દ્રષ્ટિએ” March 16, 2012

Posted by vijayshah in : વિચાર , add a comment

 

સંત   એટલે “જે કશું ન સંતાડે તે છે સંત” (અર્થાત જેનું સંપૂર્ણ જીવન પારદર્શક હોય તે)

પ્રેમ   એટલે અહંનું મૃત્યુ

શ્રદ્ધા  એટલે સંશયનું મૃત્યુ

મોક્ષ  એટલે મનનું મૃત્યુ

મુકિત એટલે વાસનાનું મૃત્યુ

વિવેક એટલે વિચાર અને લાગણીનું દ્રાવણ

ચિત્ત   એટલે વાસનાનું સરોવર

મન    એટલે ચિત્ત સરોવરમાથી વહેતી નદી

બુદ્ધિ   એટલે મન નદીનાં કીનારા

” ભષ્ટાચાર” November 11, 2009

Posted by girishdesai in : કવિતા,વિચાર , 1 comment so far

” ભષ્ટાચાર”

આંખો ફાડી તમે જુઓ જરા, ઓ ભારતના નર ને નાર
રાતદિવસ તમારી ચારેકોરે, ચાલી રહયો છે ભષ્ટાચાર.

લાંચરૂશ્વત ને દાદાગીરીથી, થઇ રહયાં છે લોકો ખુવાર
ગુંડાઓ આ દેશની માહેં, થઇ બેઠા છે ભરથાર.

કાયદા કાનૂન ભંગ કરવામાં,છે શિક્ષિતો પણ હોશિયાર
ઘરનો કચરોે રસ્તામાં ફેંકે, ન લાજે,કરે ગંદકી પારાવાર.

ન ભણાવે કશું શિક્ષક શાળામાં, ટયુશનથી કમાયે ભારોભાર
લોભી આ શિક્ષકના શિક્ષણથી, કહો થશે પ્રજા કેવી તૈયાર ?

ભૂલ શોધી બીજાઓની, ટીકા કરવા છે સહુ તૈયાર
પણ હું શું કરૂં તો સુધરે ભાવિ,ન કરે એનો વિચાર.

કદી આવે જો મનની માંહે, ભાવિ તણો કાંઇ વિચાર
તો પણ ન મળે હિંમત હૈયામાં, કરવા તેનો આચાર.

ચાલશે નહીં કશું આપણું, માની સ્વીકારે પોતાની હાર
ને ગુંડાઓથી બચવા, તેમને પહેરાવે ગળામાં હાર.

ભાષણો ખૂબ ખૂબ સાંભળ્યા,કસી કમ્મર થઓ તૈયાર
તો જ ભાઇ થશે ભાવિમાંહે મા ભોમ તણો ઉધ્ધાર.

“What is happiness” September 26, 2009

Posted by girishdesai in : વિચાર , add a comment

Happiness = Command/Demand

If we have more command over things and people it makes us more happy

And also

If we have lesser demands of things from people it makes us more happy.

નિશ્ચય નોતરશો વિનાશ July 30, 2009

Posted by girishdesai in : કવિતા,વિચાર , add a comment

નિશ્ચય નોતરશો વિનાશ

નાપાસ થઇ જો કરશો તમે

સ્વસ્થ થઇ ફરી નવો પ્રયાસ

તો નિશ્ચય માનજો મન મહીં

કે થશે જરુર તમારો વિકાસ

પણ જો

રહેશો રોતા નાસીપાસ થઇ

તો નિશ્ચય નોતરશો વિનાશ

શૂન્યમદઃ શૂન્યમ્ ઇદં July 21, 2009

Posted by girishdesai in : કવિતા,વિચાર , add a comment

આખા વિશ્વને સમાવી લેતું શૂન્ય જ
પૂર્ણ કહેવાય ને? તો મારી દ્રષ્ટિએ તો
ઇશાવાસ્યના શાંતિ મંત્રમાં બસ એક
શબ્દનો ફરક કરીએ તો તેનો સાચો
અર્થ સમજાય.

શૂન્યમદઃ શૂન્યમ્ ઇદં શૂન્યાત શૂન્યં ઉદચ્યતે

શૂન્યસ્ય શૂન્યં આદાય શૂન્યમેવાવશિષ્યતે

“કલ્કિ અવતાર” July 7, 2009

Posted by girishdesai in : કવિતા,વિચાર , add a comment

કલ્કિ અવતાર
કયાંક તેં યોજન ભૂમિ સળગાવી,
તો કયાંક વરસાવ્યો મેહ ચોધાર.
કયાંક વા વંટોળે તેં વિંઝયો વાયુ
તો કયાંક કર્યો ધરણીમાં સંચાર.

અગ્નિ,વાયુ,પૃથ્વિ ને પાણી કેરી,
તેં ધરી હસ્ત આ તાતી તલવાર.
આકાશ અશ્વે આરુઢ થઇ આવ્યો,
લઇ કલિયુગનો કકિલ અવતાર.

“કલ્કિ અવતાર”

Posted by girishdesai in : કવિતા,વિચાર , add a comment

કલ્કિ અવતાર

કયાંક તેં યોજન ભૂમિ સળગાવી,

તો કયાંક વરસાવ્યો મેહ ચોધાર.

કયાંક વા વંટોળે તેં વિંઝયો વાયુ

તો કયાંક કર્યો ધરણીમાં સંચાર.

અગ્નિ,વાયુ,પૃથ્વિ ને પાણી કેરી,

તેં ધરી હસ્ત આ તાતી તલવાર.

આકાશ અશ્વે આરુઢ થઇ આવ્યો,

લઇ કલિયુગનો કકિલ અવતાર. – –

“પરમદિવસ કે કરમદિવસ” June 19, 2009

Posted by girishdesai in : વિચાર , add a comment

પરમદિવસ કે કરમદિવસ
પરમ એટલેતો શ્રેષ્ઠ કે ઉત્તમ.જો આમ જ હોય તો
આપણે આપણા બધા કામ પરમદિવસે જ કરવા
જોઇએ ને? શુભ મુહૂર્ત જોવાની તસ્દી લેવાની શી
જરુર? તો શા માટે ધારેલું કામ આજે જ આટોપી
લેવું ?
એનું કારણ એ છે કે આવતા પરમદિવસે આપણા
ધારેલા કામમાં શું વિઘ્ન આવશે તે આપણે જાણી
શકતા નથી. આવતા પરમદિવસે આપણા કરમમાં
શું લખ્યું હશે તેની કોને ખબર છે. અને ગત
પરમદિવસનું કરમતો ભોગવી જ લીધું.
હું તો માનુ છું કે આપણે પરમદિવસની ફરીથી
નામકરણ વિધિ કરી તેનું નામ કરમદિવસ રાખવું
એ જ યોગ્ય ગણાય.
ખરું કે નહી ?

“સત્ય અને અસત્ય”

Posted by girishdesai in : કવિતા,વિચાર , add a comment

પરણ્યું અસત્ય સ્વાર્થને
’ને પ્રસવ્યાં અનેક પુત્ર
રહયું સત્ય કુંવારું સદા
િનત્ય એકલું ‘ને પવિત્ર

“મોક્ષ અને મુકિત” March 21, 2009

Posted by girishdesai in : વિચાર , 2 comments

મોક્ષ અને મુકિત

મોક્ષ એટલે મનનું મૃત્યુ
અને
મુકિત એટલે શૂન્યનો સાક્ષાત્કાર

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.