jump to navigation

” સાચો સતસંગ ” June 9, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” સાચો સતસંગ ”
વસ્ત્રો ભગવા ધારણ કીધે, ન આવે તૃષ્ણાનો અંત
તૃષ્ણા મનની મારવા, કરવો પડે સતસંગ.
વિચાર,વાણી,વર્તન મહીં જ્યારે ભળે સત્યનું અંગ
ત્યારે જાણવું કે થઇ ગયો છે સાચો સતસંગ.
***************
માટી કેરી ઇંટો થકી, ચણી શકાય ભવ્ય મંદિર
કેવળ શ્રદ્ધા કેરી ઇંટથી, કરી શકાય મનને સ્થિર.
***************
દાંપત્ય જીવન વહે સુખેથી,
જો થયું હોય બે દિલોનું પ્રેમ માહીં દ્રાવણ
પણ વહે તે સાચે મુસીબતોથી
જો હોય તેમાં કેવળ કામનાનું કામણ.

” તાણો અને વાણો ” June 7, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” તાણો અને વાણો ”

તાણો ન આવે વાણાની આડે
વાણો આવે ન આડે તાણાની
વળી એક બીજામાં ગુંથાઇ જાયે
અને બને ચાદર સુંદર મઝાની.

જો પતિ ન આવે પત્નિની આડે
‘ને જો ન આવે આડે પત્નિ પતિની
પણ સદા રહે એક બીજામાં ગુંથાઇ
તો બેઉની જીંદગી બને મઝાની ?

” કાચના વાસણ “ June 5, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” કાચના વાસણ ”

જુઓ સોહે વાસણ કાચના
વળી કરે અતિ મધુર રણકાર
પણ છુટે જો તે હાથથી તો
રહે કેવળ મૂલ્યહીન ભંગાર.

ભલે ન સોહે વાસણ ધાતુનાં
‘ને હોયે ગોબા તેમાં બે ચાર
છતાં લાગે કામ તે રાંધવા
‘ને ઉપજે પૈસા થતાં ભંગાર.

જો હશે તમ મન કાચ સમ
તો નહીં લાગે નંદવાતાં વાર
વળી સહુ જન તમને ટાળશે
‘ને રહેશે દૂર મિત્ર પરિવાર.

પણ કરી મન તમ ધાતુ સમ
સહેશો
કટુ વાણી,વર્તન ‘ને વિચાર
તો રહેશે જીવન હળવું અને
તમારો થશે જરૂર બધે સત્કાર.

” નેતિ નેતિ બ્રહ્મ “ June 4, 2007

Posted by vijayshah in : કવિતા , 2 comments

” નેતિ નેતિ બ્રહ્મ ”

કહેવું શૂન્યને મોટું કે નાનું
તે ન કદી સમજાય.
શૂન્ય તણા આવે વિચારો
‘ને મન મારૂં મુઝાય.

જે શૂન્યમાં તરે છે સૃષ્ટિ સારી
તે અણુમાં પણ સમાય.
અણોર્ અણિયાન મહતો મહિયાન
તેથી તો તેને કહેવાય.

શૂન્ય ન બળે અગ્નિથી કદી
‘ને પાણીથી તે ન ભીંજાય.
શૂન્ય ન સૂકાયે વાયુથી
કે ન શસ્ત્રથી તે છેદાય.

આ શૂન્યમાં સંતાઇ જે શકિત
તે શકિત બ્રહ્મ કહેવાય.
સર્વવ્યાપિ છે શૂન્ય શકિત આ
પણ ન કદી કો’ને દેખાય.

જેણે જાણી આ શૂન્યની શકિત
તે સહુ દ્રષ્ટાઓ કહેવાય.
‘ને તેઓનું કહેવું છે કે આ શકિત જ
નેતિ નેતિ બ્રહ્મ કહેવાય.

” Heaven on Earth “ May 23, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” Heaven on Earth ”

Snow clad mountains are standing still
As if meditating in the silence of space,
While sailing slow and smooth in the sky
Clouds create a misty curtain of haze.

On the slopes of the hills are scattered
Villages that are immaculately clean,
And the cattle are grazing in the meadows
Which are beautiful, serene and green.

Trees, allover, are loaded with fruits
Green grapes are looming on the wines,
Poking his head through the puffy clouds
The sun is trying to peek and shine.

Like a heaven on earth, here we find
This incredibly beautiful land,
Tucked between the peaks of the Alps
Is the land we know as Switzerland.

This land which is full of mountains,
Green valleys and beautiful lakes,
Surely decorates our mother earth,
Like an icing that decorates a cake.
Girish Desai

અગર ફિરદોસ બર ‘રુએ જમીનસ્ત
હમીનસ્તો હમીનસ્તો હમીનસ્ત
જહંાગીર

જો હોય સ્વર્ગ કશે આ પૃથ્વિના પટલ ‘પર
તો બસ અહીં છે તે,અહીં છે તે,અહીં છે.
ગિરીશ

” નયનોની નજાકત ” May 21, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” નયનોની નજાકત ”

દીધું છે રૂપ અઢળક પ્રભુએ તમોને
તો શાને કરવા પડે તમારે આમ નખરાં
શાને તમે સદા અમથી દૂર ઉભા રહીને
મારો છો કાતીલ તીર નયનોનાં જબરાં.

ચલાવી તમે એ તીર નયનોનાં કાતીલ
કર્યાં અમને ઘાયલ અને સાવ નબળા
ન જાણુ શાથી આ જગત તમને કહે છે
કે નારી સ્વરૂપ તમે કહેવાઓ અબળા.

જોઇ એ નજાકત અને જોઈ એ જાદુ
જે ભર્યાં છે પ્રભુએ તમારા નયનમાં.
ગુમાવી દીધો છે મેં મુજ હૈયાનો કાબુ
તત્પર છું હું પડવા તમારા પ્રણયમાં.

થઇ આવે મનમાં કે આવી તમારી પાસે
નિહાળું મુખડું બેસી તમારી સમીપમાં.
પણ ડર લાગે મુજને મનમાહીં એવો કે
પડશે તો નહી ને થપ્પડ એક ક્ષણમાં.

” કલ્કિ અવતાર.” May 18, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

ક્શે તેં દાવાનળ સળગાવ્યો ‘ને
કશે ઝીંક્યો મેહ મુશળધાર,
ક્શે ફૂક્યા તેં વંટોળના વાયુ ‘ને
ક્શે કર્યો ભૂમિ મહીં કંપાર

અગ્નિ,પાણી,વાયુ ‘ને પૃથ્વિ કેરાં,
તેં લીધા હ્થીયારો આ ચાર
‘ને કરીને તે સહુને ભેળાં
તેં કીધી ઍક તાતી તલવાર.

આકાશ કેરે અશ્વેતું આવ્યો
જાણે નીકળ્યો કરવા સંહાર
હું તો માનું આ રુપ જે તારું
તે કહેવાયે કલ્કિ અવતાર.

” છે,છે,’ને છે.” May 15, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” છે,છે,’ને છે.”

સુખ દુઃખથી ભર્યો ભર્યો જુઓ આ સંસાર છે,
વિના દુઃખે મળેલ, સુખ પણ બધંુ બેકાર છે.

જે વાપરી જાણે છે ધન, તે સચો પૈસાદાર છે,
બાકી કરેલા એ ધનના ઢગલા પણ બેકાર છે.

જન્મ પછી આવે મૃત્યુ,જેમાં જીવનનો સાર છે,
જો ન માણીએ જીવન, તો મૃત્યુ પણ બેકાર છે.

ભૂખ્યો રહી, જે બીજાનું પેટ ભરવા તૈયાર છે,
જાણજો ભાઇ તેને તમે, તે સાચો દિલદાર છે.

વિના માગે કદી કશું, જે મદદ કરવા તૈયાર છે,
જાણજો ભાઇ તમે તેને, તે જ તમારો યાર છે.

શીખ દેતી વેળા માવડી, ટપલી દેવા તૈયાર છે,
પણ એ ટપલી માહીં, છૂપાયો માનો પ્યાર છે.

વિવિધ ભષાઓ મહીં, કેવળ શબ્દોનો સંચાર છે,
આ સર્વ શબ્દોની જનેતા, એક અક્ષર ૐકાર છે.

જાણજો કે પકૃતિ, સારી સૃષ્ટિનો આધાર છે,
પણ પકૃતિનો અધાર, પેલો પુરૂષ નિરાકાર છે.

સમજે છે આ દ્વંદો જે જગના,તે ખરે હોશિયાર છે,
આ સમજી જે વર્તે જગમાં,તેનો જરૂર ઉધ્ધાર છે.
૧૦ -જાન્યુઆરી- ૦૬

” સિંધુ અને બિંદુ” May 14, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” સિંધુ અને બિંદુ”

તું છે એક સિંધુ, હું છંુ એક બિંદુ
તંુ છે સર્વવ્યાપી, તંુ છે દીનબંધુ.

રચ્યાં તેં અગણ્ય વિવિધ ભાનુ ઇન્દુ
રચ્યાં તેં અસંખ્ય વિવિધ જીવ જંતુ

ઘૂમાવે જગતને લઇ કોઇ અજ્ઞાત તંતુ
ઘૂમે સૃષ્ટિ સારી, તંુ બન્યો મધ્ય બિંદુ.

બને ના પરીઘ,જો ન મળે મધ્ય બિંદુ
તો બને સૃષ્ટિ કયાંથી, તંુજ વિના દીનબંધુ !

ઉદિત થાશે જયારે, મુજમાં જ્ઞાન ઇન્દુ
ભળી જાશે ત્યારે સિંધુમાં આ એક બિંદુ.

“નવ ગ્રહ” May 13, 2007

Posted by vijayshah in : કવિતા,વિચાર , add a comment

“નવ ગ્રહ”

નવ નવગ્રહ ફરે નભ માંહે તે
સાથે ન થઇ મારે કોઇ તકરાર,
તો શાને કાજ તે આણે પીડા
બસ કરૂં હું એ જ વિચાર.
પણ લાગે
બે ગ્રહ જે ઘૂમે મુજ મન માંહે
તે ન બેસે કદિ ઠરી પળવાર,
પૂર્વગ્રહ,હઠાગ્રહ મુજ મનનાં
સદા આણે પીડા અપરંપાર.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.