jump to navigation

” શેષશાયી વિષ્ણુ “ August 6, 2007

Posted by vijayshah in : વિચાર , trackback

” શેષશાયી વિષ્ણુ ”

આ બે શબ્દોનો સાચો અર્થ શું? શું સાચે જ વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર ઊંઘતા રહેતા હશે ?
તો આ સારી સૃષ્ટિની સંભાળ કેવી રીતે રાખતા હશે? મારે હિસાબે
શેષ = બાકી રહેલું, વધારાનું
શાયી = સુતેલું, ઊંઘતુ કે નિષ્ક્રીય અથવા અવ્યકત “ઊંઘતી વ્યકિત પ્રવૃત્તિ ટાણે અવ્યકત જ હોયને”
વિષ્ણુ =જે વિશ્વમાં અને અણુમાં વસે છે તે

“વસતિ વિષ્વેષુ ચ અણુષુ ચ ઇતિ વિષ્ણુ”

આધુનિક જામાનાના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વિશ્વને બે વિભાગમાં વહેચી શકાય. એક ભાગ છે વ્યકત અને બીજો છે અવ્યકત આ અવ્યકત ભાગને તેઓ ડાર્ક યુનિવર્સ તરીકે ઓળખાવે છે. આપણા વેદિક શાસ્ત્રોએ આ અવ્યકત જગતને પ્રકૃતિનું નામ આપ્યું છે. અને તેઓને હિસાબે જયારે આ પ્રકૃતિ ત્રણ ગુણોની પકડમાં આવે છે ત્યારે તેનું સૃષ્ટિના રૂપમાં પરિવર્તન થાય છે. અને આપણને શૂન્યમાંથી સૃષ્ટિ ઉતપન્ન થતી હોય એવો આભાાસ થાય છે.બાકી શૂન્યમાંથી તો કશું ઉદ્દ્ભવે જ નહીં. આ અવ્યકત પ્રકૃતિ એટલે જ શૂન્ય. અને આ પ્રકૃનિતો જે ભાગ પરિવર્તનમાં વપરાયો નથી તેને આપણે પ્રકૃતિનો બચેલો કે વધેલો ભાગ કહી શકીયે કે નહીં ? આમ સૃષ્ટિના સર્જનમાંથી બાકી રહેલ અવ્યકત પ્રકૃતિ એટલે જ શેષશાયી. અને જે ત્રણ ગુણોથી એનું પરિવર્તન થાય છે તેને જ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કે નારાયણ કહી શકાય. આમ અવ્યકત પ્રકૃતિમાં છુપાયેલ નારાયણ એટલે જ
” શેષશાયી વિષ્ણુ ”
ઇતિ.

Comments»

1. - August 7, 2007

મારું માનવું છે કે શુન્યમાંથી પણ સર્જન થઈ શકે. ફેય્મેન (Richard Feymann) ડાયાગ્રામનો સહારો લઈને વૈજ્ઞાનીકો એવું સમજાવી શક્યા છે કે ફોટોન હરેક ક્ષણે 0માં વીખંડીત થાય છે અને વળી પાછો ફોટોન બની જાય છે! શું એ જ શુન્યમાં થી સર્જન નથી?

શેષશાયી વીષ્ણુનો અર્થ ખુબ જ સાચો લાગ્યો!

2. - August 12, 2007

સરસ અર્થઘટન કર્યુ છે


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.