jump to navigation

” નયનોની નજાકત ” May 21, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” નયનોની નજાકત ”

દીધું છે રૂપ અઢળક પ્રભુએ તમોને
તો શાને કરવા પડે તમારે આમ નખરાં
શાને તમે સદા અમથી દૂર ઉભા રહીને
મારો છો કાતીલ તીર નયનોનાં જબરાં.

ચલાવી તમે એ તીર નયનોનાં કાતીલ
કર્યાં અમને ઘાયલ અને સાવ નબળા
ન જાણુ શાથી આ જગત તમને કહે છે
કે નારી સ્વરૂપ તમે કહેવાઓ અબળા.

જોઇ એ નજાકત અને જોઈ એ જાદુ
જે ભર્યાં છે પ્રભુએ તમારા નયનમાં.
ગુમાવી દીધો છે મેં મુજ હૈયાનો કાબુ
તત્પર છું હું પડવા તમારા પ્રણયમાં.

થઇ આવે મનમાં કે આવી તમારી પાસે
નિહાળું મુખડું બેસી તમારી સમીપમાં.
પણ ડર લાગે મુજને મનમાહીં એવો કે
પડશે તો નહી ને થપ્પડ એક ક્ષણમાં.

” કલ્કિ અવતાર.” May 18, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

ક્શે તેં દાવાનળ સળગાવ્યો ‘ને
કશે ઝીંક્યો મેહ મુશળધાર,
ક્શે ફૂક્યા તેં વંટોળના વાયુ ‘ને
ક્શે કર્યો ભૂમિ મહીં કંપાર

અગ્નિ,પાણી,વાયુ ‘ને પૃથ્વિ કેરાં,
તેં લીધા હ્થીયારો આ ચાર
‘ને કરીને તે સહુને ભેળાં
તેં કીધી ઍક તાતી તલવાર.

આકાશ કેરે અશ્વેતું આવ્યો
જાણે નીકળ્યો કરવા સંહાર
હું તો માનું આ રુપ જે તારું
તે કહેવાયે કલ્કિ અવતાર.

” છે,છે,’ને છે.” May 15, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” છે,છે,’ને છે.”

સુખ દુઃખથી ભર્યો ભર્યો જુઓ આ સંસાર છે,
વિના દુઃખે મળેલ, સુખ પણ બધંુ બેકાર છે.

જે વાપરી જાણે છે ધન, તે સચો પૈસાદાર છે,
બાકી કરેલા એ ધનના ઢગલા પણ બેકાર છે.

જન્મ પછી આવે મૃત્યુ,જેમાં જીવનનો સાર છે,
જો ન માણીએ જીવન, તો મૃત્યુ પણ બેકાર છે.

ભૂખ્યો રહી, જે બીજાનું પેટ ભરવા તૈયાર છે,
જાણજો ભાઇ તેને તમે, તે સાચો દિલદાર છે.

વિના માગે કદી કશું, જે મદદ કરવા તૈયાર છે,
જાણજો ભાઇ તમે તેને, તે જ તમારો યાર છે.

શીખ દેતી વેળા માવડી, ટપલી દેવા તૈયાર છે,
પણ એ ટપલી માહીં, છૂપાયો માનો પ્યાર છે.

વિવિધ ભષાઓ મહીં, કેવળ શબ્દોનો સંચાર છે,
આ સર્વ શબ્દોની જનેતા, એક અક્ષર ૐકાર છે.

જાણજો કે પકૃતિ, સારી સૃષ્ટિનો આધાર છે,
પણ પકૃતિનો અધાર, પેલો પુરૂષ નિરાકાર છે.

સમજે છે આ દ્વંદો જે જગના,તે ખરે હોશિયાર છે,
આ સમજી જે વર્તે જગમાં,તેનો જરૂર ઉધ્ધાર છે.
૧૦ -જાન્યુઆરી- ૦૬

” સિંધુ અને બિંદુ” May 14, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” સિંધુ અને બિંદુ”

તું છે એક સિંધુ, હું છંુ એક બિંદુ
તંુ છે સર્વવ્યાપી, તંુ છે દીનબંધુ.

રચ્યાં તેં અગણ્ય વિવિધ ભાનુ ઇન્દુ
રચ્યાં તેં અસંખ્ય વિવિધ જીવ જંતુ

ઘૂમાવે જગતને લઇ કોઇ અજ્ઞાત તંતુ
ઘૂમે સૃષ્ટિ સારી, તંુ બન્યો મધ્ય બિંદુ.

બને ના પરીઘ,જો ન મળે મધ્ય બિંદુ
તો બને સૃષ્ટિ કયાંથી, તંુજ વિના દીનબંધુ !

ઉદિત થાશે જયારે, મુજમાં જ્ઞાન ઇન્દુ
ભળી જાશે ત્યારે સિંધુમાં આ એક બિંદુ.

“નવ ગ્રહ” May 13, 2007

Posted by vijayshah in : કવિતા,વિચાર , add a comment

“નવ ગ્રહ”

નવ નવગ્રહ ફરે નભ માંહે તે
સાથે ન થઇ મારે કોઇ તકરાર,
તો શાને કાજ તે આણે પીડા
બસ કરૂં હું એ જ વિચાર.
પણ લાગે
બે ગ્રહ જે ઘૂમે મુજ મન માંહે
તે ન બેસે કદિ ઠરી પળવાર,
પૂર્વગ્રહ,હઠાગ્રહ મુજ મનનાં
સદા આણે પીડા અપરંપાર.

” વાદળ અને વર્ષા “ May 12, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” વાદળ અને વર્ષા ”

નભમાં થાયે શાને વાદળ કાળાં!
‘ ને વર્ષે શાને તેમાથી પાણી !
સૂરજે ધોળે દિ ચોરી રે કીધી
આપે છે એની તેતો એંધાણી.

બાષ્પ કરી એણે પાણી ઉપાડયું
માન્યું ,નહીં જાય વાત કોઇ જાણી,
વળી છૂપવવા એ ચોરેલું પાણી,
એણે કાળી ચાદર, વાદળની તાણી.

પણ મેઘધનુષ તણાયું જયાં નભમાં
સાતે રંગમાં ચમકયું એ પાણી,
ફાળ પડી સૂરજને હૈયામાં કે
જશે વાત બધાં હવે જાણી.

જો હું નહીં આપું પાણી પાછું
તો થશે મારી બદનામી,
એમ વિચારી એણે નીચોવ્યાં એ વાદળ
‘ને વરસાવી દીધું બધું પાણી.

વર્ષી ગઇ વર્ષા,’ને વિખરાયાં વાદળ
ભરી કૂવા તળાવમાં પાણી
સૂરજની એ ચોરી, ભૂતળને ભાવી,
રાજી રાજી થયાં સહુ પ્રાણી.

ભેગાં મળી સહુ વિનવે સૂરજને
સદા દેતાં રહેજો આમ પાણી.
તે દિથી નભમાં થાય વાદળ કાળાં
‘ને વર્ષે છે તેમાંથી પાણી.

” એરંડીયાનું તેલ “ May 11, 2007

Posted by vijayshah in : કવિતા,વિચાર , add a comment

” એરંડીયાનું તેલ ”

એર ઇન્ડીયાના કર્મચારીઓ
દેશીને જોઇ કરે એવો વર્તાવ
જાણે એરંડીયાનું તેલ પીધું હોય
એવો રાખે મુખ ઉપરનો ભાવ.

નથી સમજાતું કે શાને તેઓને,
દેશીને જોઇ,આવે પેટમાં શૂળ
ઇલાજ એનો એક જ છે જેનાથી
જરૂર દૂર થશે એ દરદનું મૂળ.

બસ કડક હાથનો આપો
એ સહુને નેપાળાનો જુલાબ,
તો થશે મુખડા એમના હસતાં
‘ ને લાગશે જાણે ખીલ્યાં છે ગુલાબ.

૧૦-૩૧-૦૪

” ઇશ્વર દર્શન “ May 8, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

” ઇશ્વર દર્શન ”

ઇશ્વર દર્શન કોને થાય? તેને કે જેને ઇશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોય.પરંતુ કેવળ આવી શ્રદ્ધાથી જ તેના દર્શન નથી થતાં.એના દર્શન માટે તો એ સર્વવ્યાપી અને અનાદિ છે એમ પણ સ્વિકારવું જરૂરી છે. એનો અર્થ એ કે તે ઇશ્વર દરેક પદાર્થની અંદર તથા બહાર સદાકાળ વ્યાપ્ત છે.
“તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ”
પદાર્થની અંદર રહેલા ઇશ્વરને આપણે આત્મા ને નામે ઓળખીએ છીએ જયારે તેની બહાર રહેલા ઇશ્વરને આપણે બ્રહ્મ કહીએ છીએ. હવે જો કેવળ ભૌતિક દ્રષ્ટિ કામે લગાડીએ તો આપણે કહી શકીએ કે આત્મા કરતા બ્રહ્મ મોટો હશે કારણ પદાર્થની અંદરની બાજુ કરતા બહારની બાજુ મોટી જ હોય.
આમ બ્રહ્મ ઘણો મોટો અને નજદિક હોવાથી જોઇ શકાતો નથી.પર્વતની ભવ્યતાનો ખ્યાલ પર્વતથી દૂર જઇએ તો જ આવે ને ? એટલે જો બ્રહ્મ ને જોવો જ હોય તો તેનાથી દૂર જઇએ તો જ તે દેખાય. પણ તેનાથી દૂર થવું શી રીતે ? તે તો સર્વવ્યાપી છે.આ માટે એક સરળ ઉપાય અજમાવવો પડે છે.આપણે આગળ જોયું તેમ આત્મા એ બહ્મનું જ નાનું સ્વરૂપ છે તો આપણે આત્માથી દૂર જઇને તેના દર્શન કરીએ તો પણ આપણને બ્રહ્મ જ્ઞાન લાધે ખરૂં.આત્માથી દૂર જવું એનો અર્થ છે આપણે આપણી જાતમાંથી બહાર નીકળી પોતાની જાતને ઓળખવી.પોતાની જાતમાંથી બહાર નીકળવા માટે પોતાપણું એટલે કે અહંકાર ત્યજવો અતિ આવશ્યક છે. તે કેમ છૂટે ? કેવળ નિશ્ચિત વર્તનથી. આપણે આપણી જાતને પારકાઓની દ્રષ્ટિથી જોતાં થઇએ ત્યારે જ આપણને સમજાયકે આપણે કેવા છીએ.આમ અન્ય વ્યકિતઓના આપણા અંગેના અભિપ્રાયોથી પોતાની જાતનું મૂલ્યાંકન કરવું એટલે જ પોતાની જાતમાંથી બહાર નીકળવું એમ કહેવાય.પારકાની દ્રષ્ટિથી પોતાની જાતને જોવા માટે આપણે તેમની દ્રષ્ટિ મેળવવી પડે અર્થાત આપણે એમને સમજવા પડે અને તે માટે તેમનો સહકાર જોઇએ,અને જો આપણે ખૂદ તેઓને સહકાર ન આપીએ તો તેમના સહકારની આશા શી રીતે રાખીએ ! આપણે આપણા અહંકારમાંથી જ ઉંચા ન આવીએ,આપણા ગમા અણગમા છોડીએ જ નહી તો આપણને સહકાર કોણ આપે !
અન્ય વ્યકિતઓને સહકાર આપવો એનો અર્થ છે આપણે આપણંુ વર્તન સુધારી બીજાઓને અનુકૂળ થવું. આપણો અહંકાર ત્યજી બીજાઓ પ્રત્યેના ગમા અણગમા વિસારે પાડવા એ અતિ વિકટ નથી.ધીરે ધીરે સહિષ્ણુતા વધારવાની આ એક સરળ સધના છે,એક સરળ કર્મયોગ છે.અને આ સાધનાનું જે ફળ મળે છે તેને કહેવાય છે સમભાવ.સમભાવ એટલે કોઇ કોઈનાથી ચડતું કે ઉતરતું નથી એવી મનોવૃત્તિ.
આતો ઇશ્વર દર્શનના માર્ગનું પહેલું પગથીયું થયું.સમભાવ કેળવ્યાં પછી પણ આ કર્મયોગ – ગમા અણગમા દૂર કરવાનો પ્રયત્ન – તો ચાલુ જ રાખવો પડે છે.આ સતત ચલતા કર્મયોગમાં જયારે સમભાવ ઓતપ્રોત થઇ જાય છે ત્યારે જ તેમાંથી ભકિતનો ઉદ્દ્ભવ થાય છે.આમ સમભાવ મિશ્રિત કર્મયોગને પંથે ચાલતાં ભકિતયોગનું દ્વાર દેખાય છે.આ છે બીજું પગથીયંુ. ભકિત પૂર્વક સતત કર્મ કરતાં રહેવાથી જે ફળ મળે છે તેને એકાત્મભાવ કહેવાય છે.એકાત્મભાવ એટલે કોઇ કોઇનાથી જુદું નથી,બધામાં એક જ આત્મતત્ત્વ રહેલું છે એવો મનોભાવ.
આ બીજું પગથીયું ચઢયાં પછી જો સાધક ભકિતપૂર્ણ મનથી કાર્યરત રહે અને તેમાં જયારે એકાત્મ ભાવ ઓતપ્રોત થઇ જાય ત્યારે સાધકના અંતરમા જ્ઞાનનો ઉદય થાય છે.આમ એકાત્મભાવ મિશ્રિત ભકિત યોગને પંથે ચાલતાં સાધકને જ્ઞાન યોગનું દ્વાર ખુલતું દેખાય છે.આવો જ્ઞાની સાધક જો ભકિત પૂર્વક સતત કર્મ કરતો રહે તો તેને જે ફળ મળે છે તેને અદ્વૈતભાવ કહેવાય છે.આ અદ્વૈતભાવ એટલે કે સૃષ્ટિના બધાજ નિરજીવ અને સજીવ પદાર્થો એક જ તત્ત્વમાંથી – બહ્મ તત્ત્વમાંથી – ઉદ્દભવ્યાં છે એવું જ્ઞાન.આ રીતે જોતાં લાગે છે કે કર્મ્યોગનું ફળ એટલે સમભાવ,ભકિતયોગનું ફળ એટલે એકાત્મભાવ અને જ્ઞાનયોગનું ફળ એટલે અદ્વૈતભાવ,કર્મયોગી બધાંને સમાન સમજે છે, ભકતને બધામાં ઇશ્વર દેખાય છે અને જ્ઞાનીને બધે જ ઇશ્વર દેખાય છે અર્થાત તેને ઇશ્વર સિવાય બીજુ કાંઇ જ દેખાતુ નથી.આને જ સાચું ઇશ્વર દર્શન કહેવાયને ?

” રાજયકરતા “ May 7, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” રાજયકરતા ”

તન,મન,ધન સબકે ચુરાવત હૈ
ભારતમેં જો રાજય હૈ કરતા
પંજાબ સિંધ ગુજરાત મરાઠા
સબમેં ચલત હૈ દંગા
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
સબકો રખત હૈ ગંદા
સબ તવ નામે ભાગે
તુમસે વે મુકિત માંગે
સારે ભારતકી જનતા
ભય હૈ, ભય હૈ, ભય હૈ
ભય,ભય,ભય હૈ
ભારતમેં જો રાજય હૈ કરતા.
૧૦-૧૫-૦૪

” ધર્મની રેલ “ May 5, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” ધર્મની રેલ ”

જૂદા જૂદા બાળક આ જગના
ખેલે જૂદા જૂદા ખેલ
કોઇ રમે છે ગીલી દંડા તો
કોઇ રમે ઇલેકટ્રીક રેલ.

ધર્મો પણ જે જૂદા જૂદા
માનો તે છે જૂદી જૂદી રેલ
એક લઇ જાયે સ્વર્ગ કે નરકમાં
બીજી પહોંચાડે હેવન કે હેલ.

જો જુએ બાળક કોઇ ખેલ બીજાનો
તો ચાહે તે જ ખેલ તે રમવા
બસ મને પણ ખેલ એજ જોઇએ
કહી, લાગે તેતો રડવા.

ધર્મની રેલ જે વડીલો હાંકે
તે હાંકે બની બાળક સરખાં
નિંદા એક બીજાની કરતાં
વગર વિચારે માંડે બસ લઢવા.

બાળક તો માની જાયે ને
ઘડી બે ઘડીમાં લાગે તે હસવા
હળી મળી એક બીજા સાથે
લાગી જાયે ફરી તે રમવા

પણ વડીલતો કદી તંત ન મૂકે
બસ હાંકે રાખે પોતાની રેલ
સ્વર્ગ સમી આ ધરતી ઉપર
જુઓ તેઓએ ઉભું કર્યું છે કેવું હેલ.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.