ગુરૂ દક્ષિણા March 2, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , 3 commentsપરા પૂર્વથી ચાલી આવેલી અનેક પ્રણાલિકાઓમાંની એક છે ગુરૂ દક્ષિણા. દરેક પ્રણાલિકામાં સમયના વહેણ સાથે ફેરફાર થતો જ રહે છે અને ગુરૂ દક્ષિણાની બાબતમાં પણ આમ જ બન્યું તેમાં નવાઇ નથી. દક્ષિણાનો સાચો અર્થ શું ? તેનું સાચું સ્વરૂપ કેવું ? એ અંગેના વિચારોમાં ધરખમ ફેરફાર થયેલા જણાય છે.ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશ પ્રમાણે દક્ષિણાનો અર્થ છે – ધાર્મિક ક્રિયાને અંતે બાહ્મણને અપાતું દાન અગર ભેટ -પરંતુ ગુરૂ દક્ષિણાની બાબતમાં આ બેમાંથી એક પણ અર્થ મને ઉચિત નથી લાગતો. કારણ કે દાન આપનાર તો ગુરૂ છે શિષ્ય નહી.ગુરૂ શિષ્યને વિદ્યાનું દાન આપે છે, શિષ્યતો લેનાર છે આપનાર નહીં.વળી ભેટ એટલે તો મૂલ્ય લીધા વગર આપેલી વસ્તુ.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ કોઇ પાર્થિવ વસ્તુથી ચૂકવાય ખરૂં ?
દક્ષિણાનો સાચો અર્થ સમજવા એની વ્યુત્પત્તિ તપાસવી જરૂરી છે. દક્ષ ધાતુ ઉપરથી દિક્ષા અને દક્ષિણા આ બે અગત્યના શબ્દો બન્યા છે. દક્ષ એટલે કાબેલ,પારંગત કે હોંશયિાર.ગુરૂ જયારે શિષ્યને વિદ્યાનું દાન આપી તેને કાબેલ કે હોંશિયાર બનાવવાનું વચન આપે છે ત્યારે ગુરૂએ શિષ્યને દિક્ષા આપી એમ કહેવાય છે. દિક્ષા આપી ગુરૂ શિષ્યને અપનાવે છે. અને વિદ્યા પ્રાપ્તિને અંતે શિષ્ય ગુરૂના આ ઋણથી મુકત થવા,ગુરૂના ચરણોમાં સાચા ભકિત ભાવથી જે કાંઇ મૂકે તેને દક્ષિણા કહેવાય. સાચા ગુરૂ કદિ દક્ષિણા માગતા નથી અને સાચો શિષ્ય દક્ષિણા આપ્યા વગર રહેતો નથી. ગુરૂ દક્ષિણાની સાચી વ્યાખ્યા તો ગીતામાં શ્રીકૃષ્ણએ ખૂબ સુંદર રીતે આપી છે.
पत्रं पुश्पं फलं तोयं यो मे भक्त्या प्रय्च्छति
तद अहं भकत्युपहतम अश्नामि प्रतात्मनः ९-२६
“શુદ્ધ ચિત્તથી અને ભકિત ભાવથી આપેલું બધું હું સ્વિકારૂં છું,પછી ભલેને તે પાંદડું,પુષ્પ,ફળ કે કેવળ પાણી જ કેમ ન હોય” જયારે કોઇ પણ પાર્થિવ પદાર્થ પછી ભલે ને તે પાણીના મૂલ્યનો જ કેમ ન હોય, છતાં જો તેમાં સાચો ભકિતભાવ ભળે ત્યારે તે પણ અમૂલ્ય થઇ જાય છે.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ ચૂકવવા તો આવી અમૂલ્ય વસ્તુ જ હોવી જોઇએ ને ? સાચા ભકિતભાવથી ઋણ ચૂકવવાની આ રીત એટલે જ ગુરૂ દક્ષિણા. ગુરૂએ આપેલ વિદ્યાનો,જ્ઞાનનો સમાજમાં ફેલાવો કરી ગુરૂનું ધ્યેય પરિપૂર્ણ કરી ગુરૂની કીર્તિ વધારવી એ જ સાચી દક્ષિણા. રાજા અશોકે ભગવાન બુધ્ધ પાસે મેળવેલા જ્ઞાનનું ઋણ ચૂકવવા એમના આપેલા એ જ્ઞાનનો પ્રચાર કરી એમની કીર્તિ જે રીતે વધારી તે છે સાચી દક્ષિણા. શ્રી રામકૃષ્ણ પરમહંસનું નામ ઉજાળવા સ્વામી વિવેકાનંદે જે સમપ્રણ કર્યું તે છે સાચી દક્ષિણા.અહીં એક અતિ અગત્યની વાત વિચારવા યોગ્ય લાગે છે. ગુરૂનું ધ્યેય આગળ ધપાવવા અને તેમની કીર્તિ વધારવા મીશન, મઠ કે આશ્રમ ઉભા કરવાની જરૂર ખરી ?
આ પશ્નનો પત્યુત્તર છે -હા અને ના.
હા, એ દૃષ્ટિથી કે શિષ્ય પરંપરા ચાલુ રાખવા આવી સંસ્થાઓ ઉપયોગી થઇ પડે છે.આવા આશ્રમોમાંથી જ આવા મીશનોમાંથી જ પટૃ શિષ્યોની પરંપરા બહાર પડતી રહે છે,અને ગુરૂનું ધ્યેય આગળ ધપાવે રાખે છે. દરેક ગુરૂના મનમાં કોઇ ને કોઇ ધ્યેય હાંસલ કરવાનો મનસુબો હોય છે અને તેને પરિપૂર્ણ કરવા ગુરૂ પોતે કોઇ ચોકકસ શ્રમ ઉઠાવે છે. અને ગુરૂએ ચાલુ કરેલા આ-શ્રમને જારી રાખવા શિષ્યોને જે શ્રમ કરવો પડે તે જ સાચો આશ્રમ. જો શિષ્ય આમ કરવાનું ચૂકે તો આ શરમની વાત થઇ આશ્રમની નહીં.
અને ના એ દૃષ્ટિએ કે આવા આશ્રમો અને મીશનોની સ્થાપના કરવા અને તેની ઇમારતો ઉભી કરવામાં શિષ્યો એટલા વ્યસ્ત થઇ જાય છે કે ગુરૂનું અસલ ધ્યેય – મીશન – વિસારે પડી જાય છે.મીશન કહો આશ્રમ કહો મઠ કહો, જે કહો તે, પણ જો આવી વિવિધ સંસ્થાઓમાંથી ઉત્કૃષ્ટ શિષ્યોની પરંપરા જળવાઇ ના રહે, તો એ સંસ્થાનો અર્થ જ શું ? યેલ, હારવર્ડ અને એમ.આઇ.ટીની આબરૂ તેમાંથી બહાર આવતા વિધાર્થિઓ વધારે છે તેમની ઇમારતો નહી. જે સંસ્થાઓ ઉત્કૃષ્ટ શિષ્યોની પ્રણાલિ ચાલુ નથી રાખી શકતી તેની ઇમારતોનું ભાવિ મ્યુઝીયમ, હોટેલ કે સામાજીક હોલમાં પરિણમે તો તેમાં આશ્ચર્ય થાય ખરૂં ?
હ્વે અસલના જમાનાની અને આજની શિક્ષણ પધ્ધતિમાં, આજના ગુરૂઓમાં અને આજના શિષ્યોમાં કેવો ફેરફાર થયો છે તે જરા જોઇએ. ઉપનિષદ કાળમાં ગુરૂ અને શિષ્ય વચ્ચે ચિત્ત અને ચેતન વિશે વર્તાલાપ થતો, આજે તેમની વચ્ચે વિત્ત અને વેતનનો થાય છે. તે કાળમાં શિષ્ય ગુરૂને ઘેર રહી ભણતો આજે ગુરૂ શિષ્યને ઘેર ભણાવવા જાય છે. કદાચ એવા દિવસો પણ આવશે કે ગુરૂ શિષ્યને ત્યાંજ ધામા નાખશે. આજના ભારતના,અંગ્રેજી માધ્યમની રઢે ચઢેલા સમાજના શિક્ષકો, શિક્ષણ આપતા પહેલાં જ શિષ્ય પાસે વેતનની -કહેવાતી દક્ષિણાની લેખીત બાંહેદારી – પ્લેજ – લખાવીલે છે.અને બદલામાં શિષ્યો પણ પાસ થવાની બાંહેદારી – ગેરંટી -માંગતા હોય છે.મને તો લાગે છે કે આગળ ઉપર દર્શાવેલી ગીતાની વ્યાખ્યાનો અર્થ આજે બિલકુલ બદલાઇ ગયો છે.આજ કાલના લોકો એને આ પ્રમાણે વાંચતા હોય એવું લાગે છે.
रथं,वित्तं,धनं,भोग्यं,यो मे दुःखेनापि प्रयच्छति
प्रसन्न चित्तो अहं भूत्वा अश्नामि तद सर्वदा
આ શ્લોકમાં વ્યાકરણની ભૂલો શોધવાનો પ્રયત્ન નહીં કરવા વિનંતી છે.
અર્થ છે,
રથ એટલે કાર,ધન, વિત્ત કે ઉપભોગ કરવા લાયક કોઇ પણ વસ્તુ મને કોઇ પણ શિષ્ય દુઃખ ભોગવીને પણ આપે તે બધું જ હું પ્રસન્ન ચિત્તે સ્વિકારી લઉ છું.
જોયો કળીયુગનો પ્રભાવ ?
માણસાઇ March 1, 2007
Posted by vijayshah in : કવિતા , 2 commentsમાણસાઇ
કોઇ કહે છે, હું છું હિન્દુ
તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
છે મારો ધર્મ તારાથી સારો
કહી, કરે મન મહીં ખોટી વડાઇ.
ધર્મને નામે યુદ્ધ આદરે
શસ્ત્ર ધરી બને આતતાયી,
જો કરીયે તુલના તેઓની સાથે
તો લાગે સંત સમો કોઇ કસાઇ.
જુઓ ધર્મની આ વાડો મંાહે
મતિ જાયે કેવી ભરમાઇ,
સરળ વાત કેમ કોઇ ન સમજે
કે માનવનો ધર્મ તો છે માણસાઇ.
ત્યાગીને ભોગવી જાણો
Posted by vijayshah in : કવિતા , add a commentત્યાગીને ભોગવી જાણો
વહી જતા વર્તમાનની આ પળોમાં
માનવી આયખું આખું વિતાવે.
છતાં ભમે તે ભૂત કેરી સ્મૃ તિમાં
કે રહે રઝળતો ભાવિ તણાં વિચારે.
ત્યાગી એ વિચારો ભૂત ભાવિ કેરા
લો ભોગવી વર્તમાન તણી પળો આ.
‘ ત્યાગીને ભોગવી જાણો ‘
શીખ ન દીધી શું એ ઇશાવાસ્યમાં ?
ગણપતિ કોમ્પ્યુટર February 28, 2007
Posted by vijayshah in : વિચાર , 4 commentsઆ લેખ કેવળ રમુજ માટે જ લખાયો છે કે પછી તેમાં કાંઇ ઉંડુ રહસ્ય છુપાયેલું છે તેનો નિર્ણય તો તમારે જ કરવાનો છે.લેખ વાંચતા કદાચ તમને મનમાં થાય કે આ ગિરીશભાઇ શેખચલ્લીને પણ ઝાંખો પાડે એવા લાગે છે. ખેર એમાં સત્ય હોવાનો સંશયતો છે જ. તમે તમારે વાંચ્યા કરો. ગણપતિનો ખરો અર્થ શું ? ગણ, એ મૂળ શબ્દનો અર્થ છે વર્ગ, સમુહ કે શિવજીનો સેવક.પરંતુ ખરૂં જોતા આ શબ્દ સંખ્યા વાચક છે.
દાખલા તરીકે
ગણતરી- સંખ્યા ગણવાની ક્રિયા
ગણિત – સંખ્યા શાસ્ત્ર કે આંકડા શાસ્ત્ર
મનની મુરાદો
Posted by vijayshah in : કવિતા , add a commentજાણ્યું ઘણું મેં ‘ ને માણ્યું ઘણું મેં
અનુભવોથી મન પેટી ભરી ભરી છે
છતાં પૂર્ણ કરવા મનની મુરાદો
લાગે પેટી સાવ ખાલી પડી છે
વ્રુદ્ધત્વ આવ્યું અહીં લાબું રહીને
જે જ્વાની હતી તે જ્વાની ગઇ છે
આવ્યો છું હું વળતી ટીકીટ કઢાવી
પણ ખબર નથી તારીખ જવાની કઈ છે
થઈ છે પૂરી મુજ મનની ઘણી મુરાદો
પણ ન જાણું કેટલી અધુરી રહી છે
કદી ન થાય પૂરી મનની બધી મુરાદો
તેથી તો જીંદગીને ખટ મધુરી કહી છે
અસ્તિત્વં February 18, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far
અસ્તિત્વં અથવા “ત્વં અસ્તિ – તું છે” આ તું એટલે કોણ ? તું એટલે પેલી શકિત કે જેનાથી આ સૃષ્ટિનું સર્જન થયું.એને આપણે ઇશ્વર કહીએ કે ભગવાન, કૃષ્ણ કહીએ કે રામ કે પછી અલ્લાહ કહી કે ઇસુ એમાં કોઇ ફરક નથી પડતો. આ શક્તિનું જ બીજું નામ છે અસ્તિત્વ. ભગવાનનું કોઇ અલાયદું અસ્તિત્વ નથી પરંતુ અસ્તિત્વ એ જ ભગવાન છે. એ જ રામ છે એ જ રહીમ એ જ તમે છો એ જ હું છું. આ સારી સૃષ્ટિમાં જેનું પણ અસ્તિત્વ છે તે બધું જ ભગવાનનું રૂપ છે. છતાં એક વાત સમજવા જેવી છે.અને તે એ કે અસ્તિત્વ સદા વ્યકત નથી હોતું. પુરૂષ અને પકૃતિ સદાએ અવ્યકત હોય છે.અને પકૃતિ જયારે ત્રણ ગુણોની પકડમાં ફસાય છે ત્યારે તે સૃષ્ટિ રૂપે વ્યકત થાય છે.એનો અર્થ એ થયો કે જે અવ્યકત છે તેનું અસ્તિત્વતો છે જ પણ તે ઇન્દ્રિયાતીત હોવાથી આપણને દેખાતું નથી.હવા અને અવકાશ દેખાતા નથી તો શું એનું અસ્તિત્વ જ નથી એમ કહેવાય ? ભલે આપણને કોઇ ચીજ દેખાતી ન હોય પણ જો મનમાં એનો ભાવ થાય તો તેનું અસ્તિત્વ તો છે જ એમ માનવું રહયું. તેથી જ ગીતામાં કહયું છે ને કે (more…)
“જીવન” February 16, 2007
Posted by vijayshah in : Uncategorized , add a comment“જીવન”
આ જીવન નથી કોઇ ફૂલોની કયારી,
કે નથી કેવળ તે કંટકોની પથારી.
તો શાને વીતાવે કોઇ સદા અશ્રુ સારી,
કે રાખે શાને કોઇ,મન મહીં ખોટી ખુમારી !
જીવન તો છે સુખ દુઃખ તણી એક ગાડી,
કરવી પડે ન છૂટકે,સહુને તેમાં સવારી.
જો ચૂંટી લેશો પુષ્પો,દેશો કંટકો હટાવી
તો રહેશે મહેકતી, જીવનની ફૂલકયારી
Empty handed February 5, 2007
Posted by vijayshah in : કવિતા , 2 comments
I know the world was here
The day I was born,
And I know it will remain
Even after I am gone.
When I came, I did not bring
Even a single speck of stone.
Then what right do I have, to say,
That this world is all my own.
I know, whoever made this world
Will always take its care,
If my right it is to use it
My duty it is to share.
A simple thing in this life is that
Which everyone does know
Empty handed we all come here
And empty handed we all must go.
Girish Desai
દેહનો ખેલ February 2, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment સૃષ્ટિ છે હરિ તણી એમ મનમાં ગહી
ભાગ્યમાં જે મળે તે વહેંચીને ભોગવે
સુખ દુઃખ વિશે મનમાં સમતા ધરી
જે જીવે જગતમાં તે શાંતિ ભોગવે.
જન્મ અને મૃત્યુ તો ખેલ છે દેહના
આત્મા ન કદી જન્મ કે મૃત્યુ પામે
શિવ અને જીવ જયારે ભેગા મળે
દેહનો એ ખેલ વિરામ પામે
સખાવત January 31, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so farસખાવતનો પચલિત અર્થ છે દાન પણ મારી દ્રષિ્ટએ એનો બીજો પણ એક અર્થ થઇ શકે એમ હું માનું છું. સખા એટલે મિત્ર અને તેને વત્ પ્રત્યય લગાડતાં બને ‘સખાવત’ આ વત્ પ્રત્યય માલિકી ભાવ અથવા કોઇ ગુણથી યુકત હોવાનો ભાવ દર્શાવે છે. જેમ કે ગુણવત એટલે ગુણથી યુકત જેના ઉપરથી ગુણવાન અને ગુણવત્તા એ બે શબ્દો પચલીત થયાં છે. આ રીતે જોતાં સખાવત એટલે મિત્ર ભાવથી યુકત એવો અર્થ થાય.
સખાવતનો આવો અર્થ બતાવતું ઉદાહરણ આપણને શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતામાંથી તરી આવતો દેખાય છે. ગરીબ એવા સુદામાને અતિ પેમથી ભેટી શ્રી કૃષ્ણએ એના ચરણ ધોયાં અને એણે સંતાડેલા એના તાંદુલ એના હાથમાંથી ખેંચી લઇને ખાધા અને છતાં એના બદલામાં સહુની હાજરીમાં એને કશું પણ ન આપ્યું એનું કારણ એ કે સાચો મિત્ર બધાની હાજરીમાં પોતાના મિત્રને અહેસાનીમાં કદી ન મુકે. એ તો છાનો છૂપો જ મદદ કરે. વળી સુદામા પણ તાંદુલ છૂપાવતા હતા તેનું કારણ પોતાની ગરીબાઇની શરમ નહીં પણ કૃષ્ણ પત્યેનો સાચો મિત્રભાવ છે. એ જાણતા હતા કે મિત્રતાનો દાવો ચીજ વસ્તુની આપ-લેથી પૂરવાર નથી થતો. આપ-લે તો નવા મૈત્રી સંબંધો કરવા માટે છે. સાચા મિત્રો જાહેરમાં એક બીજા સાથે ઠઠ્ઠા મશ્કરી કરી લે અને સહી પણ લે પણ બીજાને માથે અહેસાન તો કદી પણ ન ચઢાવે.
ગીતાના ૧૧માં અધ્યાયના શ્લોક ૪૧ અને ૪૨મા અર્જુને પોતાને શ્રી કૃષ્ણનો સખા માનવની ભૂલ સમજાતા શ્રી કૃષ્ણ પાસે એ ભૂલની માફી માગી છે. અર્જુન અને સુદામા બેઉ કૃષ્ણભકત તો હતાં જ પરંતુ અર્જુનનો ભકિતભાવ એ દાસ્યભાવ હતો અને સુદામાનો ભકિતભાવ સખ્યભાવ હતો.
કેવળ તખ્તી ઉપર નામ છપાવવાની ઇચ્છાથી દાન કરવું તે સખાવત નથી. સખાવત માટે તો સાચો મૈત્રીભાવ કેળવવો ખૂબ જરૂરી છે. સખાવત કરવા માટે જોઇએ મોટું ધન પરંતુ સખા વત રહેવા માટે જોઇએ મોટું મન.
અસ્તુ.
૧૭-૧૧-૦૫
