jump to navigation

હાયકુ March 6, 2007

Posted by vijayshah in : Uncategorized , trackback

હાયકુ

દ્વૈત પકૃતિ
અદ્વૈત પુરૂષ છે
દ્વિધામાં મન

કીધેલી ઇચ્છા
જો સફળ ન થઇ
ઉદાસી મન

લલના ગોરી
વળી દેહ રૂપાળો
મોહિત મન

જો અભિમાની
માનભંગ થાય તો
ક્રોધિત મન

સ્વજન જતાં
લાગે એકલવાયું
દુઃખીત મન

વરસી વર્ષા
‘ને થઇ હરીયાળી
હર્ષિત મન

ચામડી ભલે
હોય કાળી કે ગોરી
રુધિર લાલ

છે નબળાઇ
તન મહીં તો જાણો
તેને અશકિત

છે નબળાઇ
મન મહીં તો જાણો
તેને આસકિત

દ્રષ્ય અદ્રષ્ય
સ્થળ કાળ ‘ને ગતિ
પૂર્ણ સંસાર

જન્મ જીવન
જરા વ્યાધિ ‘ને મૃત્યુ
પૂર્ણ જીવન

જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી

હારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી

બાળક હસે
થાયે મન માતાનું
હર્ષ વિભોર

કલપ કેશે
કીધો છતાં મુખડું
ખાયે છે ચાડી

તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું

પંાચ સાત ‘ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ

લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?

રચયિતા છે
આ સર્વ હાયકુના
જી.ડી.દેસાઇ

Comments»

1. - March 7, 2007

લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?

saras ane ras prad

2. - March 7, 2007

કલપ કેશે
કીધો છતાં મુખડું
ખાયે છે ચાડી

એટલે ધોળા આવવા દીધાં છે.

3. - March 7, 2007

ભલેને આવે પાનખર
હસતે મુખે સ્વીકાર્ય છે,
પાનખરનો નથી કોઈ રંજ

4. - March 16, 2007

One More

ભલે હો દેશ મા કે
વિદેશ મા આખરે
તો છો દેહ મા
જિતેન્દ્ર ના જૈયસ્વમિનારાય્રણ


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.